Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજભા ગઢવીને માલધારીની મંજૂરી મંત્રી માટે આફત બની:પહેલા અર્જૂન મોઢવાડિયા હવે જીતુ વાઘાણીને મીડિયાએ સવાલ કર્યા, જિલ્લાના પ્રભારી મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું

    3 days ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીના દરજ્જાને મંજૂરી આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા બાદ હવે કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણીએ પણ મીડિયાના સવાલો પર મૌન સેવી લીધું છે, જેના કારણે આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ થઈ છે. મોદી શાસનની પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કરાતાં વાઘાણીએ વાત વાળી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં અલગ-અલગ જિલ્લાઓમાં મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અમરેલી ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. મંત્રીએ રાજભા ગઢવીના સવાલનો જવાબ ટાળ્યો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા દ્વારા ગીર વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને નેસડામાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવા અંગે સીધા સવાલો પૂછવામાં આવ્યા હતા. જીતુ વાઘાણીએ સવાલો શાંતિથી સાંભળ્યા હતા, પરંતુ જવાબ આપવાનું ટાળતા જણાવ્યું હતું કે, આજની પ્રેસ કોન્ફરન્સ માત્ર 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના વિષય પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. આ મુદ્દે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. વનમંત્રી માઇક હટાવીને ચાલ્યા ગયા હતા આ અગાઉ વનમંત્રી અર્જુન મોઢવાડિયા સામે પણ આ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, તેઓ રાજભા ગઢવીનું નામ સાંભળતાની સાથે જ માઇક હટાવીને ત્યાંથી નીકળી ગયા હતા અને સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. બે વરિષ્ઠ મંત્રીઓ દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા ન અપાતા વિવાદ વધુ વકર્યો છે. માલધારી સમાજમાં ભારે વિરોધ અને માગણી રાજભા ગઢવીને ગીરના નેસડામાં માલધારી તરીકે મંજૂરી મળ્યા બાદ સ્થાનિક માલધારી સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ભારે અસંતોષ અને વિરોધની લાગણી જોવા મળી રહી છે. અન્ય માલધારીઓનું કહેવું છે કે જો રાજભા ગઢવીને મંજૂરી મળી શકતી હોય, તો અન્ય વંચિત માલધારીઓને પણ તુરંત મંજૂરી આપવામાં આવે. મંત્રીઓ સાથેની તસવીરો વાઈરલ થતાં ચર્ચા જાગી આ વિવાદ પાછળ રાજકીય સાઠગાંઠ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી મળી તેના 3 દિવસ પહેલાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. ગાંધીનગરમાં અર્જુન મોઢવાડિયાની ઓફિસમાં રાજભા ગઢવી, જીતુ વાઘાણી અને અન્ય મંત્રીઓ સાથે બેઠેલા જોવા મળ્યા હતા, જેને પગલે માલધારીઓમાં રોષ વધુ પ્રબળ બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    દેવરાસણ કેનાલ પાસે અકસ્માત:બાઇકસવાર આધેડનું સારવાર દરમિયાન મોત, અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ
    Next Article
    પુરુષોત્તમ માસમાં શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ:ભગવાન શામળિયાના દર્શનનું વિશેષ મહત્વ, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment