Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરુષોત્તમ માસમાં શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ:ભગવાન શામળિયાના દર્શનનું વિશેષ મહત્વ, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    3 days ago

    અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી. હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શનનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર માસનો અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. અનેક ભક્તોએ ભગવાન શામળિયાના મંદિરે ધ્વજા ચઢાવી હતી. મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંદિર પરિસરમાં એક યજમાન દ્વારા મહા વિષ્ણુ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓએ આ પવિત્ર માસમાં ભગવાનના દર્શનનો લહાવો લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજભા ગઢવીને માલધારીની મંજૂરી મંત્રી માટે આફત બની:પહેલા અર્જૂન મોઢવાડિયા હવે જીતુ વાઘાણીને મીડિયાએ સવાલ કર્યા, જિલ્લાના પ્રભારી મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું
    Next Article
    Controversy over copyright claim on Salangpur Hanumanji idol | સાળંગપુર ધામ મૂર્તિ કોપીરાઈટ વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment