Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવરાસણ કેનાલ પાસે અકસ્માત:બાઇકસવાર આધેડનું સારવાર દરમિયાન મોત, અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ

    3 days ago

    મહેસાણા તાલુકાના દેવરાસણ ગામ પાસે હાઇવે રોડ પર સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઇક સવાર આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવરાસણ ગામના ઠાકોરવાસમાં રહેતા અને મજૂરી કામ કરતા જશવંતજી કુંવરજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના મોટા ભાઈ રણછોડજી કુંવરજી ઠાકો ગત તારીખ 12 જૂનના રોજ બપોરના આશરે પોણા એક વાગ્યાના સુમારે પોતાનું મોટરસાયકલ નંબર GJ 02 EF 8470 લઈને ખેતરે બોર પર નાહવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. કારચાલકે બેફામ ગતિએ આવીને મોટરસાયકલને ટક્કર મારી તે દરમિયાન પાલાવાસણાથી વિજાપુર તરફ જતા હાઇવે રોડ પર દેવરાસણ કેનાલ પાસે એક કાર નંબર GJ 27 DB 4747ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી રણછોડજીના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રણછોડજીને માથાના તેમજ પેટના ભાગે ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક ઇજાગ્રસ્તને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ બનાવની જાણ થતાં જ મૃતકના નાના ભાઈ જશવંતજી અને ગ્રામજનો મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, જ્યાં રણછોડજી બેભાન અવસ્થામાં ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેઓને માથામાં હેમરેજ અને પેટમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ટૂંકી સારવાર બાદ ગત રોજ તારીખ 13 જૂનના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે રણછોડજીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    IND vs PAK: ભારતે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી:શેફાલી વર્મા બાઉન્ડરી મારવાના પ્રયાસમાં આઉટ થઈ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 18/1
    Next Article
    રાજભા ગઢવીને માલધારીની મંજૂરી મંત્રી માટે આફત બની:પહેલા અર્જૂન મોઢવાડિયા હવે જીતુ વાઘાણીને મીડિયાએ સવાલ કર્યા, જિલ્લાના પ્રભારી મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment