Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના દખેડા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિ-પત્ની બંન્નેના ઘટનાસ્થળે જ મોત, માંસના લોચા રોડ પર ફેલાયા

    1 week ago

    વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઈક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લેતાં ગોજારો અકસ્માત થયો. આ અકસ્માતમાં પતિનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે તેની પત્નીનું પણ મોત નિપજ્યું છે. બાઈક સાથે દંપતી ડમ્પર નીચે ફસાયું જાણવા મળ્યા મુજબ, દંપતિ મોટરસાયકલ પર દખેડાથી વાઘોડિયા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળ્યું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેની પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેને લઈ પત્નીનું પણ મોત થયું છે. મૃતકના નામ ચંદ્રકાંતભાઈ વસાવા ( ઉંમર 50 વર્ષ ) હંસાબેન વસાવા ( ઉંમર 45 વર્ષ ) ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થયો અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. લોકોની ભીડ જોતાં ડમ્પર ચાલકે વાહન ઘટના સ્થળે જ છોડી દીધું અને ફરાર થઈ ગયો. વાઘોડિયા પોલીસે તાત્કાલિક પહોંચીને ડમ્પરની નીચે ફસાયેલો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. === આ પણ વાંચો: અધિકમાસની અમાસે સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓની બસ પલટી, 1નું મોત:ગળતેશ્વર નજીક અકસ્માતમાં 25 ઈજાગ્રસ્ત ખેડા જિલ્લાના ગળતેશ્વર પાસે આવેલા સેવાલીયા રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. સાણંદના ઇયાવા ગામથી ગળતેશ્વર તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી પલટી મારી ગઈ હતી. બસ પલટીને ખાડામાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ મહિલાઓ અને બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.વાંચો સંપૂર્ણ સમાચાર કાર-મોપેડ અકસ્માતના રુંવાંડા ઊભા કરી દેતા CCTV:પ્રાંતિજના વદરાડ પાસેની ઘટના પ્રાંતિજના વદરાડ ગામ નજીક ત્રણ દિવસ પહેલા બપોરના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર અને મોપેડ વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં મોપેડ સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના હૃદયદ્રાવક સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    મુરૈનામાં ટ્રેનની ટક્કરથી 4 મુસાફરોનાં મોત:તેમાં 3 મહિલાઓ, એક બાળક; આગની અફવાને કારણે નીચે ઉતર્યા, બીજી ટ્રેનની અડફેટે આવ્યા
    Next Article
    સાયલામાં સોલાર કેબલ ચોરી: ત્રણ આરોપી ઝડપાયા:રૂ. 3.43 લાખના મુદ્દામાલ સાથે LCB સુરેન્દ્રનગર દ્વારા ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment