Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયલામાં સોલાર કેબલ ચોરી: ત્રણ આરોપી ઝડપાયા:રૂ. 3.43 લાખના મુદ્દામાલ સાથે LCB સુરેન્દ્રનગર દ્વારા ધરપકડ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના મુજબ, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના અશ્વિનભાઈ માથુકિયા અને ચંદ્રવિજયસિંહ રાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આયાથી વગડિયા જતા કાનપરાના પાટિયા નજીક રોડ પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચોરી કરેલા સોલાર કેબલનો આશરે 143 કિલો તાંબાનો વાયર, જેની કિંમત રૂ. 1,43,000 છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક ઇક્કો ગાડી (કિંમત રૂ. 2,00,000) પણ કબજે કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. 3,43,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં વિક્રમભાઈ નથુભાઈ બાટિયા (રહે. સિતાગઢ, સાયલા), કરશનભાઈ ઉર્ફે કસો રામજીભાઈ થરેસા (રહે. સિતાગઢ, સાયલા) અને સુરજ પેમારામ સાલવી (રહે. વગડિયા, મુળી, મૂળ રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ગુનો સાયલા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) અને 54 મુજબ નોંધાયો છે. આરોપી કરશનભાઈ ઉર્ફે કસો રામજીભાઈ થરેસાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં સાયલા, ધ્રાંગધ્રા તાલુકા, કોટડા સાંગાણી, ચોટીલા, ધજાળા અને લખતર પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરી એલ.સી.બી. સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ પી.આઈ. બી.એચ. શીંગરખીયા, એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.એ. રાયમા અને સ્ટાફના મુન્નાભાઈ રાઠોડ, અજયવિરસિંહ ઝાલા, અમરકુમાર ગઢવી, અશ્વિનભાઈ માથુકિયા, ચંદ્રવિજયસિંહ રાણા, કપિલભાઈ સુમેરા, મહેન્દ્રભાઈ દાદરેસા, મેહુલભાઈ મકવાણા અને વિજયસિંહ રાઓલ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના દખેડા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિ-પત્ની બંન્નેના ઘટનાસ્થળે જ મોત, માંસના લોચા રોડ પર ફેલાયા
    Next Article
    દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે કર્યું શ્રમદાન:સ્વામી વિવેકાનંદ પ્રતિમાને પુષ્પાંજલિ, આસપાસના વિસ્તારમાં સફાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment