Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ મંત્રી કટારાના નિવેદનથી શિક્ષક સંઘ લાલઘૂમ:ગોધરામાં શિક્ષકોને 'પગારભૂખ્યા' ગણાવ્યા હતા; વિવાદિત શબ્દો પાછા ખેંચવા ઉગ્ર માગ

    17 hours ago

    ગોધરામાં કૃષિ મંત્રી રમેશ કટારાના વિવાદાસ્પદ નિવેદન બાદ શિક્ષક સંઘે તેમની સામે મોરચો માંડ્યો છે. મંત્રીના નિવેદનથી સમગ્ર ગુજરાતના શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિવેદન ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ મંચ પરથી સંબોધન કરતી વખતે શિક્ષકોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. મંત્રી કટારાએ જણાવ્યું હતું કે, શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો મેળવી લીધા છે, તેમ છતાં તેમની ભૂખ ભાગતી નથી. તેમણે ઉમેર્યું કે, ઉચ્ચ પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરે છે અને આટલો મોટો પગાર લેવા છતાં તેઓ પૂરતું કામ કરવા તૈયાર નથી. કૃષિ મંત્રીએ વર્ગખંડના વાતાવરણ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ રચ્યોપચ્યો રહે છે. 'અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ' દ્વારા મંત્રીના આ નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. શિક્ષક સંઘનું કહેવું છે કે મંત્રીના આ નિવેદનથી ગુજરાતના લાખો શિક્ષકોના સ્વાભિમાન અને ગરિમાને ઊંડી ઠેસ પહોંચી છે. શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કૃષિ મંત્રી રમેશ કટારા પોતાના આ વિવાદાસ્પદ શબ્દો તાત્કાલિક ધોરણે પાછા ખેંચે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    બગદાણા પોલીસની કાર્યવાહી:દેગવડા ગામે જુગાર રમતા 5 શખ્સો 62,290ની રોકડ સાથે રંગેહાથ ઝડપાયા
    Next Article
    ક્લિનિંગ સર્વિસના બહાને ઘરમાં ઘૂસી ₹3.75 લાખના દાગીનાની ચોરી!:વસ્ત્રાપુરની એજન્સીના બે સફાઈકર્મીઓએ વિશ્વાસઘાત કરી કબાટના લોકરમાંથી સોનાની ચેઈન અને બ્રેસલેટ લઈ રફૂચક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment