Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગદાણા પોલીસની કાર્યવાહી:દેગવડા ગામે જુગાર રમતા 5 શખ્સો 62,290ની રોકડ સાથે રંગેહાથ ઝડપાયા

    18 hours ago

    ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દેગવડા ગામના ભાલ વિસ્તારમાં સફળ રેઇડ પાડી છે. જાહેર જગ્યામાં લાઈટના અજવાળે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂા. 62,290ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમી મળતી વિગતો અનુસાર, બગદાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત મોડી રાત્રે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ હકીકત મળી હતી કે, દેગવડા ગામના ભાલ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઈસમો એકઠા થઈને લાઈટના અજવાળે પૈસા અને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. પોલીસે રેઇડ પાડી બાતમીના આધારે બગદાણા પોલીસે સમયસૂચકતા વાપરીને ઉક્ત સ્થળે અચાનક રેઇડ કરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન જુગાર રમતા નીચે મુજબના પાંચ શખ્સો આબાદ ઝડપાઈ ગયા હતા: રોકડ રકમ અને જુગાર સાહિત્ય જપ્ત પોલીસે પકડાયેલા તમામ શખ્સોની અંગઝડતી અને જુગારના પટમાંથી કુલ 62,290ની રોકડ રકમ તેમજ ગંજીપાના સહિતનું જુગાર સાહિત્ય કબજે કર્યું છે. આ મામલે બગદાણા પોલીસ મથકમાં તમામ પાંચેય આરોપીઓ વિરૂદ્ધ જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:LRDની લેખિત પરીક્ષા યોજાઈ, મેરિટ ઉંચુ જઈ શકે, SRPFની PCR વાન સામે બે યુવક બેફામ બન્યા
    Next Article
    કૃષિ મંત્રી કટારાના નિવેદનથી શિક્ષક સંઘ લાલઘૂમ:ગોધરામાં શિક્ષકોને 'પગારભૂખ્યા' ગણાવ્યા હતા; વિવાદિત શબ્દો પાછા ખેંચવા ઉગ્ર માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment