Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લિનિંગ સર્વિસના બહાને ઘરમાં ઘૂસી ₹3.75 લાખના દાગીનાની ચોરી!:વસ્ત્રાપુરની એજન્સીના બે સફાઈકર્મીઓએ વિશ્વાસઘાત કરી કબાટના લોકરમાંથી સોનાની ચેઈન અને બ્રેસલેટ લઈ રફૂચક્કર

    15 hours ago

    શહેરમાં દિવાળી કે અન્ય પ્રસંગોએ ક્લિનિંગ સર્વિસના બહાને ઘરમાં અજાણ્યા માણસોને બોલાવતા પહેલાં લાલબત્તી સમાન કિસ્સો સેટેલાઇટ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જોધપુર ગામમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધાના બંધ કબાટમાંથી સફાઈ કરવા આવેલા બે યુવકો ₹3.75 લાખની કિંમતના સોનાના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા છે. આ મામલે ભોગ બનનાર મહિલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભત્રીજાવહુની ભલામણથી એજન્સીના માણસો બોલાવ્યા હતા જોધપુર ગામના તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા 69 વર્ષીય રશ્મીબેન જયંતીલાલ શાહ ઘરમાં એકલા રહે છે અને નજીકમાં જ આવેલા આર.આર. પીજી (PG)માં કેરટેકર તરીકે નોકરી કરે છે. ગત 11 મેના રોજ રશ્મીબેનની ભત્રીજાવહુની ભલામણથી તેમણે ઘરની સાફ-સફાઈ કરાવવા માટે વસ્ત્રાપુરની 'ચામુંડા ક્લિનિંગ સર્વિસ'નો સંપર્ક કર્યો હતો. એજન્સીમાંથી આશરે 25થી 30 વર્ષની ઉંમરના બે અજાણ્યા યુવકો સફાઈ કરવા માટે રશ્મીબેનના ઘરે આવ્યા હતા. દીકરીની નજર ચૂકવી બેડરૂમમાં ખેલ પાડી દીધો જે સમયે સફાઈકર્મીઓ આવ્યા ત્યારે રશ્મીબેન પોતાની નોકરી પર ગયા હતા અને તેમની દીકરી મોહિની ઘરે હાજર હતી. ઘરની સફાઈ દરમિયાન એક યુવક હોલમાં કામ કરી રહ્યો હતો, જ્યારે બીજા યુવકે બેડરૂમમાં એકલા સફાઈ કરવાનું શરૂ કર્યું હતું. બેડરૂમમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી આ શાતિર શખ્સે લાકડાના કબાટના લોકર ઉપર જ પડેલી ચાવી શોધી કાઢી હતી. તેણે લોકર ખોલીને અંદર રાખેલી બે સોનાની પેન્ડલવાળી ચેઈન અને સોનાની કેપવાળું એક કિંમતી રૂદ્રાક્ષનું બ્રેસલેટ ચોરી લીધું હતું સફાઈના ₹3700 ઓનલાઈન ચૂકવ્યા અને બીજે દિવસે ભાંડો ફૂટ્યો સફાઈનું કામ પૂર્ણ થતાં જ દીકરી મોહિનીએ બંને યુવકોને કામના બદલામાં ₹3700 ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને યુવકો ત્યાંથી નીકળી ગયા હતા. બીજા દિવસે સાંજે જ્યારે રશ્મીબેન નોકરી પરથી ઘરે આવ્યા અને કાનની બુટ્ટી બદલવા માટે કબાટનું લોકર ખોલ્યું, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લોકરમાં રાખેલા દાગીના ગાયબ હતા. સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આજુબાજુ તપાસ કરવા છતાં દાગીના ન મળતા રશ્મીબેનને ખાતરી થઈ ગઈ હતી કે ક્લિનિંગ સર્વિસના બહાને આવેલા બે યુવકો જ આ ચોરીને અંજામ આપી ગયા છે. રશ્મીબેને તાત્કાલિક સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને બંને અજાણ્યા સફાઈકર્મીઓ વિરુદ્ધ કુલ ₹3.75 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્લિનિંગ એજન્સીના રેકોર્ડ અને ઓનલાઈન પેમેન્ટના ડિટેલ્સના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ મંત્રી કટારાના નિવેદનથી શિક્ષક સંઘ લાલઘૂમ:ગોધરામાં શિક્ષકોને 'પગારભૂખ્યા' ગણાવ્યા હતા; વિવાદિત શબ્દો પાછા ખેંચવા ઉગ્ર માગ
    Next Article
    વાઘોડિયાના દખેડા પાસે કાળમુખા ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિનું કમકમાટીભર્યું મોત, પત્ની ગંભીર; માંસના લોચા રોડ પર ફેલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment