Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કાજલ હિન્દુસ્તાની વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરે છે':ભાજપના મહિલા નેતા ધારાસભ્યના બચાવમાં ઉતર્યા, કહ્યું- 'કોઈ ઘૂસણખોર કે જેહાદીને સમર્થન આપ્યું નથી'

    5 days ago

    સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલીશન બાદ શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા ડિમોલીશનમાં સુરત મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. જેની સામે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી મોરડિયા પર પ્રહાર કરતા રાજનીતિ ગરમાઈ છે. કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોરડિયા ઘૂસણખોરોને સમર્થન આપી રહ્યા છે. આ વિવાદમાં હવે ભાજપના મહિલા નેતા ડો. સ્વાતી સોસાની એન્ટ્રી થઈ છે. સ્વાતી સોસાએ કહ્યું કે, કાજલ હિન્દુસ્તાની પૂરી સમજ વગર વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયા પર લાગ્યા હતા ગંભીર આક્ષેપો નાસીરનગર ડિમોલિશન બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા સોશિયલ મીડિયા અને નિવેદનોના માધ્યમથી ધારાસભ્ય વિનુ મોરડિયા પર સીધા પ્રહારો કરવામાં આવ્યા હતા. કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય અવૈધ કબજા કરનારાઓ અને ઘૂસણખોરો (જેહાદીઓ)ને સમર્થન આપી રહ્યા છે. આ ગંભીર આક્ષેપો બાદ ભાજપના સ્થાનિક સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, જેનો જવાબ આપવા માટે હવે ભાજપ મહિલા મોરચાના પૂર્વ મંત્રી સ્વાતિ સોસા આગળ આવ્યા છે. 'કાજલ હિન્દુસ્તાનીમાં પૂરી સમજ નથી, અધૂરી માહિતીથી ટાર્ગેટ કર્યા' સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા સ્વાતિ સોસાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે કે કાજલબેન હિન્દુસ્તાની, ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો કરીને તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. કાજલબેનમાં પૂરી સમજ નથી અથવા તો તેમને અધૂરી માહિતી મળી છે, જેના કારણે તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે. વિનુભાઈએ ક્યારેય કોઈ ઘૂસણખોર કે ગેરકાયદેસર પ્રવૃત્તિને સરક્ષણ આપ્યું નથી. કાજલબેન દ્વારા જે પણ કંઈ કહેવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે." વિનુભાઈ 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં સક્રિય છે, તેમના હિન્દુત્વ પર સવાલ ન ઉઠાવી શકાય સ્વાતિ સોસાએ ધારાસભ્યની રાષ્ટ્રવાદી છબીનો બચાવ કરતા ઉમેર્યું કે, "વિનુભાઈ મોરડિયા કોઈ નવા નેતા નથી, તેઓ પોતાની યુવાવસ્થાથી જ રાષ્ટ્રવાદી અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. વર્ષ 1992થી તેઓ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)માં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે અને હંમેશા હિન્દુત્વની લડાઈ લડતા આવ્યા છે. મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે નીડર અવાજ ઉઠાવવો હોય કે પ્રજાના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવા, વિનુભાઈ હંમેશા અગ્રેસર રહ્યા છે. એક સમર્પિત અને જનપ્રિય નેતા પર આવા આક્ષેપો આઘાતજનક છે. અસલી વિવાદ શું છે? કોર્પોરેશને પણ હાથ અધ્ધર કરી લીધા હતા સ્વાતિ સોસાએ ડિમોલિશન સમયની આખી ઘટના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, નાસીરનગરમાં જ્યારે ડિમોલિશન કરવામાં આવ્યું, ત્યારે વિનુભાઈએ પોતાના મત વિસ્તારના ધારાસભ્ય તરીકે માત્ર એક વ્યાજબી સવાલ પૂછ્યો હતો. તેમણે સંકલનની બેઠકમાં પૂછ્યું હતું કે, આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે? આ સવાલના જવાબમાં સુરત મહાનગરપાલિકાએ એવું સત્તાવાર નિવેદન આપ્યું હતું કે, આ ડિમોલિશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી. જેથી સ્થાનિક લોકપ્રતિનિધિ તરીકે વિનુભાઈએ તંત્રને બીજો સવાલ એ કર્યો કે, જો કોર્પોરેશને આ કામ નથી કર્યું, તો પછી આ ડિમોલિશન કોણે કર્યું? માત્ર આટલી જ પૂછપરછને ખોટી રીતે મચેડીને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. કોઈના ઈશારે ટાર્ગેટ કરાયા કે કેમ તે ખબર નથી, પણ કાજલબેન એકવાર કતારગામ આવીને સ્થિતિ જુએ જ્યારે સ્વાતિ સોસાને પૂછવામાં આવ્યું કે, શું કાજલ હિન્દુસ્તાની કોઈના ઈશારે ધારાસભ્ય વિનુ મોરડિયાને ટાર્ગેટ બનાવી રહ્યા છે? ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, એ કોના ઈશારે થઈ રહ્યું છે તે અમારા જાણમાં નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે કાજલબેનને ક્યાંકથી અધૂરી માહિતી મળી છે અને કદાચ કોઈએ તેમનું ખોટું બ્રીફિંગ કર્યું હોય એવું જણાય છે. મારી કાજલબેનને વિનંતી છે કે તેઓ એકવાર પોતે કતારગામ વિસ્તારની મુલાકાત લે, સ્થળ પર આવીને વિઝિટ કરે અને સ્થાનિકોને મળે. ત્યારે જ તેમને ખબર પડશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય વિનુ મોરડિયાના સમર્થનમાં ખુલ્લેઆમ ઉતરેલા સ્વાતિબેન સોસા સુરત ભાજપના જાણીતા મહિલા નેતા છે. તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, આ ઉપરાંત સુરત શહેર મહિલા મોરચાના પૂર્વ મંત્રી અને પૂર્વ કોર્પોરેટર તરીકે પણ સંગઠન અને શાસનમાં લાંબો અનુભવ ધરાવે છે. તેમના આ આક્રમક વલણ બાદ હવે નાસીરનગર ડિમોલિશનનો આ વિવાદ નવો વળાંક લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    LRDનું પેપર મધ્યમ નીકળ્યું, મેરિટ 130 સુધી જઈ શકે:અસલી ધુરંધરનો સવાલ પૂછાયો; 12,733 જગ્યા માટે 2.63 લાખ લોકો મેદાને, શું કહ્યું એક્સપર્ટે?
    Next Article
    ખેડામાં બસ અકસ્માત: એકનું મોત, 21 ઘાયલ:યાત્રાળુઓ ભરેલી બસે પલટી મારી, ગોધરા સિવિલમાં સારવાર ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment