Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRDનું પેપર મધ્યમ નીકળ્યું, મેરિટ 130 સુધી જઈ શકે:અસલી ધુરંધરનો સવાલ પૂછાયો; 12,733 જગ્યા માટે 2.63 લાખ લોકો મેદાને, શું કહ્યું એક્સપર્ટે?

    5 days ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે, 14 જૂનને રવિવારના રોજ રાજ્યભરમાં લેખિત પરીક્ષા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આ મેગા લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જેઓએ આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા-કોલેજોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. સવારે 9.30 થી બપોરે 12.30 વાગ્યા દરમિયાન યોજાયેલી આ 200 ગુણની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) આધારિત પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર પેપર ઘણું સરળ રહ્યું હતું અને તેમાં ખાસ કરીને બંધારણને લગતા પ્રશ્નો વધારે પ્રમાણમાં પૂછવામાં આવ્યા હતા. ભરતી બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ડમી ઉમેદવારોના દૂષણને રોકવા માટે લોખંડી પોલીસ બંદોબસ્તની સાથે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેસિયલ રેકોગ્નિશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી અત્યાધુનિક ડિજિટલ સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકારી પરીક્ષાની તૈયારી કરાવતા મહેશભાઈ સહિત અન્ય એક્સપર્ટએ જણાવ્યું હતું કે, LRDનું પેપર સરળ પુછાયુ હતું. જે ઉમેદવારોએ ગોખ્યા વગર સમજણ પૂર્વક બીટવીન ધ લાઇન્સ અભ્યાસ કર્યો હશે તેવા ઉમેદવારોને પેપર સરળ લાગ્યું હશે. મોડરેટ પેપર પૂછાયું હોવાથી મેરીટ પણ તે રીતનું રહેવાની શક્યતા જોવા મળી રહી છે. ગયા વર્ષે પેપર અઘરું પૂછાયું હોવા છતાં મેરિટ ખૂબ ઊંચું રહ્યું હતું. જેથી આ વર્ષે જનરલ કેટેગરીનું મેરિટ 125થી 130 સુધી રહેવાની શક્યતા છે એટલે કે મેરિટ ઊંચું જઈ શકે છે. પેપર ના તો બહુ અઘરું હતું અને ના તો બહુ સહેલું: એક્સપર્ટ આ અંગે સ્પર્ધાત્મક પરીક્ષાના એક્સપર્ટ દિનેશ કણેતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, LRD કોન્સ્ટેબલ બનવા માટેની પરીક્ષાનું પેપર લાંબુ અને ટ્રીકી હતું. જેથી મેરિટ 200 માંથી 110 થી 120 વચ્ચે અટકે તેવી ધારણા છે. સમગ્ર પેપર ના તો બહુ અઘરું હતું અને ના તો બહુ સહેલું, પરંતુ તે એક મોડરેટ (મધ્યમ) સ્તરનું હતું. પરીક્ષાના માળખા અનુસાર પેપરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં પાર્ટ-A માં ગણિત, રીઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનનો સમાવેશ થતો હતો, જ્યારે પાર્ટ-Bમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન અને કરંટ અફેર્સ જેવા વિષયો પૂછાયા હતા. ‘પાર્ટ-A અપેક્ષા કરતાં ઘણો લાંબો અને સમય માંગી લે તેવો હતો’ દિનેશ કણેત આગળ કહે છે કે, ઉમેદવારોના પ્રતિભાવો અને વિશ્લેષણ મુજબ, પાર્ટ-A અપેક્ષા કરતાં ઘણો લાંબો અને સમય માંગી લે તેવો રહ્યો હતો, કારણ કે તેમાં પૂછાયેલી પઝલ્સ ખૂબ જ વિગતવાર હતા. આ ભાગમાં જે વિદ્યાર્થીઓ પાસે ગણિત અને રીઝનિંગની શોર્ટકટ ટ્રિક્સ હતી તેઓ તેને સરળતાથી ઉકેલી શક્યા હતા. પરંતુ જેઓ આ લાંબા પ્રશ્નોમાં વધુ સમય ગૂંચવાયા તેમને પાર્ટ-B માટે સમય ઘટ્યો હોવાની સંભાવના છે. આ ઉપરાંત, પાર્ટ-A માં યુનાઇટેડ નેશન્સ (UN) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આઇ.આર. (IR)ને લગતા વ્યવહારુ તેમજ ફકરા આધારિત પ્રશ્નો પણ જોવા મળ્યા હતા. ‘આધુનિક ભારતના ઇતિહાસ પર વિશેષ ભાર મૂક્યો’ બીજી તરફ, પાર્ટ-Bનું આકલન કરતાં તેઓ જણાવે છે કે, ખાસ કરીને ભારતીય બંધારણમાં કલમો કે અનુચ્છેદોના સીધા પ્રશ્નોને બદલે વૈચારિક સ્પષ્ટતા ચકાસતા પ્રશ્નો હતા. ઇતિહાસ વિષયમાં આધુનિક ભારતના ઇતિહાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જ્યારે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અપેક્ષા મુજબ જ ધોરણ 6થી 10ના GCERT અને NCERTના પાઠ્યપુસ્તકોને આધાર બનાવીને પૂછાયા હતા. કરંટ અફેર્સ (વર્તમાન પ્રવાહો)ની વાત કરીએ તો, ઉમેદવારોની એવી ધારણા હતી કે તેના ઘણા પ્રશ્નો આવશે, પરંતુ અગાઉની પરીક્ષાઓની સરખામણીએ આ વખતે કરંટ અફેર્સનું પ્રમાણ થોડું ઓછું રહ્યું હતું. વડોદરાથી ગાંધીનર પરીક્ષા આપવા આવેલી ભૂમિકા પરમારે જણાવ્યું કે, રિઝનિંગ અને મેથ્સનું વધુ પૂછાયું હતું અને તે સરળ પણ હતું. સૌથી વધુ બંધારણના સવાલો હતો. તો અન્ય ઉમેદવાર બનાસકાંઠાથી ગાંધીનગર પરીક્ષા આપવા આવેલા યુવકે જણાવ્યું કે, સારી તૈયારી કરી હોય તો પેપર સરળ હતું અને હાર્ડ પણ ના લાગ્યું અને એટલું સરળ પણ ન કહી શકાય એવું પેપર હતું. વડોદરામાં ઉમેદવારોને ‘એ’ પાર્ટ થોડો અધરો લાગ્યો ભાવનગરથી વડોદરા પરીક્ષા આપવા આવેલા માધવ નામના ઉમેદવારે જણાવ્યું કે, પેપર સરળ હતું, તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છે. હવે આગળની ખબર તો મેરિટ આવ્યે જ પડશે. અમદાવાદથી વડોદરા પરીક્ષા આપવા આવેલી ઉમેદવાર સીમાએ જણાવ્યું કે, પેપર તો સારૂ હતુ, પણ હું બનાસકાંઠાથી અમદાવાદમાં અભિયાસ માટે આવી હોવાથી અને ત્યાં થોડી સુવિધા ન હોવાના કારણે થોડું વાંચન થયું નથી. અન્ય પરીક્ષાને કારણે વાંચી શકી નથી એટલે પાસ થવાનું કહી ન શકાય. મહેસાણાથી પરીક્ષા આપવા આવેલી ચૌધરી ડિમ્પલે જણાવ્યું કે, પેપર સારૂ રહ્યું. મને A પાર્ટ થોડો હાર્ડ લાગ્યો અને B પાર્ટ સરળ હતો. જે પ્રમાણે તૈયારી કરી તે પ્રમાણે પેપર સારૂ ગયું છે. ભરૂચથી આવેલા ઉમેદવારે જણાવ્યું છે કે, પેપર તો સરણ હતું, પણ પાર્ટ એ થોડો સમય માગી લે તેવો હતો. મેરિટમાં તો આવી જઈશ. આ ત્રણ મહત્વપૂર્ણ સવાલોએ સૌનું ધ્યાન ખેંચ્યું અસલી 'ધુરંધર' રામેશ્વરનાથ કાવ ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં લખાયું છે કે, વર્ષ 1968માં રામેશ્વરનાથ કાવ એ ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી માત્ર પસંદગીના 250 સુધી કાર્ય લીધા અને નવી સંસ્થા રો ઊભી કરી. જેને વર્ષ 1971ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાના સંચાર તંત્રને હાઈજેક કરી લીધું હતુ. રો એજન્ટો પાકિસ્તાનના પરમાણુ મથક કાહુરાની એટલી નજીક પહોંચી ગયા હતા કે તેઓ વૈજ્ઞાનિકોના વાળના નમૂનાઓ પણ ચોરી લાવ્યા હતા. આપણા અસલી ધુરંધર આર. એન. કાવે માં ભારતીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. આપણે રામેશ્વરનાથ કાવ જેવા અદ્રશ્ય સૈનિકોના ઋણી છીએ. 2035 સુધીમાં આંકડો મેદસ્વી બાળકોને સંખ્યા 8 કરોડે પહોંચવાની ભીતિ બાળકોમાં વધતા જતા મેદસ્વિતાના પ્રમાણ અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં નેશનલ હેલ્થ સર્વે મૂજબ 2021 માં 3.3 કરોડ બાળકો મેદસ્વી હતા. જે સંખ્યા 2035 માં 8 કરોડ સુધી પહોંચી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકાએ ઈરાનના ફૂડ ભંડારોને નિશાન બનાવતા તહેરાનમાં કાળો વરસાદ થયો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે જે દેશ પર હુમલો થાય છે ત્યાં 20 વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે. અમેરિકાએ ઈરાનના ફૂડ ભંડારોને નિશાન બનાવ્યા. જેને કારણે તહેરાનમાં કાળો વરસાદ થયો.
    Click here to Read More
    Previous Article
    This Rs 2,699 gadget is a Bluetooth speaker, radio, and alarm clock—but buy it for its wireless powers
    Next Article
    'કાજલ હિન્દુસ્તાની વિનુ મોરડિયાને પર્સનલી ટાર્ગેટ કરે છે':ભાજપના મહિલા નેતા ધારાસભ્યના બચાવમાં ઉતર્યા, કહ્યું- 'કોઈ ઘૂસણખોર કે જેહાદીને સમર્થન આપ્યું નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment