Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ઉમિયાધામ અરવલ્લી સંગઠનની મેઘરજમાં મહત્વની બેઠક:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત સપ્તાહની તૈયારીઓ પર ચર્ચા

    5 days ago

    વિશ્વ ઉમિયાધામ (જાસપુર, અમદાવાદ) સંચાલિત અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા મેઘરજ ખાતે એક મહત્વપૂર્ણ સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ઉમા વિદ્યામંદિર, મેઘરજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મેઘરજના વિવિધ કંપા/ગામના ભાઈઓ-બહેનો, સ્થાનિક આગેવાનો અને અરવલ્લી જિલ્લાના VUF સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય માર્ગદર્શન હેઠળ સ્થાપક પ્રમુખ આર.પી. પટેલ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી મળેલી સૂચનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા ચાલતી ઈંટદાન અને ઉમાછત્ર જેવી વિવિધ સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્ય ચર્ચાઓમાં ડિસેમ્બર-2027માં યોજાનારા વિશ્વના સૌથી ઊંચા જગતજનની મા ઉમિયાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિગતવાર આયોજનનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, મોડાસા ખાતે નવેમ્બર-ડિસેમ્બર 2026 દરમિયાન આયોજિત થનારી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્વતૈયારીઓથી પણ સૌ સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા. સંકલ્પ બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોએ પ્રાણ પ્રતિષ્ઠા અને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ બંને પ્રસંગોમાં સાત દિવસ સેવક તરીકે સેવા આપવાનો સંકલ્પ કર્યો હતો. દરેક કંપા દીઠ નાના-મોટા લક્ઝરી બસ દ્વારા કથામાં હાજરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોરીની સાયકલ પાછી મૂકી દીધી..હે ભગવાન માફ કરી દેજે!:પહેલાં ચોરી કરી'ને બીજા દિવસે પરત મૂકી CCTV સામે હાથ જોડી માફી માંગી, સુરતની 'સંસ્કારી' મહિલા ચોર
    Next Article
    નાસીર નગરનું ડિમોલેશન હવે બન્યું ભાજપ નેતાઓ માટે સમરાંગણ:કાજલ હિન્દુસ્તાની સામે વિનુ મોરડિયાના સમર્થનમાં ઉતર્યા મહિલા નેતા સ્વાતિ સોસા, કહ્યું - પૂરી સમજ વગર MLA ને વ્યક્તિગત ટાર્ગેટ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment