Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મેગા મેડિકલ સહાયતા કેમ્પ યોજાયો:રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલે નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડી

    20 hours ago

    ભરૂચ શહેરમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસ અને તબીબી સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ભરૂચ બ્રાન્ચ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) ભરૂચ-અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (HMAI) ભરૂચ યુનિટ અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (RCC) ભરૂચનો સહયોગ મળ્યો હતો. તેનું આયોજન તવરા રોડ સ્થિત જય ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે થયું હતું. કેમ્પમાં સર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, દાંત, ચામડી, ગુપ્તરોગ, કાન-નાક-ગળા, હાડકાં, હૃદયરોગ અને કિડની સહિત વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરી જરૂરી નિદાન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓને તપાસ બાદ જરૂરી દવાઓનું મફત વિતરણ કરાયું હતું. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે નજીવા ખર્ચે આધુનિક સારવાર અને ઓપરેશનની સુવિધા અંગે પણ માહિતી અપાઈ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને દીવ-દમણના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ ઝૂલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન અનીશ પરીખ, પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાએ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, સમાજના તમામ વર્ગના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘ખાખી’ પહેરવાના સપના સાથે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ:અમદાવાદના 295 સેન્ટરો પર 88 હજારથી વધુ ઉમેદવારોની LRDની લેખિત પરીક્ષા
    Next Article
    સાવરકુંડલામાં ટ્રેક્ટર જપ્ત કરતાં ખનીજ માફિયાનો હુમલો:રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત 3 કર્મચારી ઘાયલ, 5 સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment