Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ખાખી’ પહેરવાના સપના સાથે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ:અમદાવાદના 295 સેન્ટરો પર 88 હજારથી વધુ ઉમેદવારોની LRDની લેખિત પરીક્ષા

    22 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે, 14 જૂનને રવિવારના રોજ રાજ્યભરમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ઉત્તીર્ણ થયેલા રાજ્યના કુલ 2.63 લાખ ઉમેદવારો આજે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ મેગા પરીક્ષા સવારે 9.30થી બપોરે 12.30 વાગ્યા દરમિયાન 200 ગુણની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) પદ્ધતિથી લેવામાં આવી રહી છે, જેને લઈને વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના વાલીઓ પરીક્ષા સેન્ટરો પર પહોંચી ગયા હતા. અમદાવાદમાં 295 સેન્ટરો પર ચુસ્ત સુરક્ષા લોકરક્ષક દળની આ પરીક્ષામાં અમદાવાદ શહેર કેન્દ્રસ્થાન રહ્યું છે અને અહીં પરીક્ષાના સફળ સંચાલન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 88 હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપી રહ્યા છે અને આ વિશાળ સંખ્યાને પહોંચી વળવા માટે અમદાવાદમાં કુલ 295 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે દરેક સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક સેન્ટર પર પીએસઆઈ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ખાસ હાજર રાખવામાં આવ્યા છે. હાઈટેક સુરક્ષા: AI ટેકનોલોજી અને GPS ટ્રેકરનો ઉપયોગ ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક, નકલી ઉમેદવારોથી મુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે પ્રથમ વખત અત્યાધુનિક ટેકનોલોજીનો આશરો લેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે AI પદ્ધતિથી ફેશિયલ રેકગ્નીશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવી રાખવા માટે જીપીએસ ટ્રેકર સાથે પેપર વાહનોમાં પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા અને ફરી લઈ દવામાં આવશે. મુખ્ય કંટ્રોલ રૂમથી આખી પ્રક્રિયાનું સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. ‘ખાખી’ પહેરવાના સપના સાથે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અમદાવાદના સેન્ટરો પર વહેલી સવારથી જ પ્રવેશ મેળવવા માટે અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોની લાંબી લાઈનો જોવા મળી હતી. પાટણથી પરીક્ષા આપવા માટે આવેલા ચાંદનીબેન પરમારે જણાવ્યું હતું કે, પરીક્ષાને લઈને ખૂબ જ સારી તૈયારી કરી છે અને ખાખી પહેરીને માતા-પિતાનું નામ રોશન કરવાનું સપનું સાકાર કરવા આવ્યા છીએ, જોકે પહેલી વખત પરીક્ષા આપતા હોવાથી થોડો ડર પણ લાગી રહ્યો છે. જ્યારે વાવ થરાદ જિલ્લાથી આવેલા ભૂમિકાબેને જણાવ્યું હતું કે, તેઓ વ્યવસાયે વકીલ હોવાથી કાયદો વિષયની જાણકારી વધારે છે અને રાત-દિવસ એક કરીને તૈયારી કરી હોવાથી આશા છે કે લોકરક્ષકનું આ પેપર સરળ પુછાય, જેથી ખાખી વરદી પહેરીને દેશની સેવા કરવાનું સ્વપ્ન પૂરું થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    જમાઈએ નાનાજીની છરીના ઘા ઝીંકી હત્યા કરી:ઘરમાં લોહી જ લોહી, નાનીને ઈજા; રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં ખૂની ખેલ
    Next Article
    ભરૂચમાં મેગા મેડિકલ સહાયતા કેમ્પ યોજાયો:રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલે નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment