Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈથી કુરિયર દ્વારા ઈ-સિગારેટ મંગાવી:શાહીબાગમાંથી ઈ-સિગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો

    1 week ago

    શાહીબાગરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના ગેરકાયદેસર વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરતાં એક પાન પાર્લરના સંચાલકને રૂ.60 હજારના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી વિવિધ ફ્લેવરની વિદેશી બ્રાન્ડની 30 ઈ-સિગારેટ સહિત કુલ રૂ.62 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઈ સિગારેટનો આ જથ્થો કુરીયર મારફતે મુંબઈથી મંગાવાયો હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શાહીબાગના શનિદેવ મંદિર નજીક આવેલા ભગવતી પાન પાર્લરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પાર્લરના સંચાલક પરાગ બોડાણાને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ગલ્લામાંથી જુદી-જુદી કંપનીની વિદેશી બનાવટની ઈ-સિગારેટ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે પરાગ બોડાણા આર્થિક લાભ મેળવવા માટે મુંબઈના મોહંમદભાઈ નામના વ્યક્તિ પાસેથી કુરિયર મારફતે ઈ-સિગારેટ મંગાવતો હતો અને સ્થાનિક ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો. તેની પાસે ઈ-સિગારેટના સંગ્રહ કે વેચાણ માટે કોઈ કાનૂની પરવાનગી મળી આવી નહોતી
    Click here to Read More
    Previous Article
    વહેલી સવારે પાંચ લીમડી વિસ્તારમાં ગોડાઉનમાં આગ:શોપિંગ સેન્ટરના ગોડાઉનમાં બે ટન અગરબત્તીનો જથ્થો અને ફર્નિચર બળીને ખાખ, ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    પોલીસ ભરતીનું સૌથી મોટું પરીક્ષા હબ સુરત:ઉમેદવારોના ફેસ રીડિંગ, બાયોમેટ્રિક મેચ થયા બાદ પ્રવેશ અપાશે, CCTVથી લાઈવ મોનિટરિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment