Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહેલી સવારે પાંચ લીમડી વિસ્તારમાં ગોડાઉનમાં આગ:શોપિંગ સેન્ટરના ગોડાઉનમાં બે ટન અગરબત્તીનો જથ્થો અને ફર્નિચર બળીને ખાખ, ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

    1 week ago

    મહેસાણા શહેરના પાંચ લીમડી વિસ્તારમાં અન્નપૂર્ણા શોપિંગ સેન્ટરમાં વહેલી સવારે આગ લાગી હતી. શોપિંગ સેન્ટરમાં હંસ દેવ પરફ્યુમની બાજુમાં દુકાન નંબર 3માં અગરબત્તીના ગોડાઉનને આગે ઝપેટમાં લીધું હતું. જેના કારણે લાખોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા હોવાનો ફોન આવ્યો દુકાન સંચાલક દિનેશભાઈના જણાવ્યા અનુસાર, વહેલી સવારે 3.40 વાગ્યે ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા હોવાનો તેમને ફોન દ્વારા માહિતી મળી હતી કે, તેમની દુકાનમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મહેસાણા ફાયર વિભાગને આ અંગે વાકેફ કર્યું હતું. ગોડાઉનમાં 2 ટન અગરબતીનો જથ્થો બળી ગયો માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આશરે 24,000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે ગોડાઉનમાં આશરે 2 ટન અગરબત્તીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે આ દુર્ઘટનામાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આ ઉપરાંત ગોડાઉનમાં ફર્નિચર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. વહેલી સવારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ટાઇડલ ડેમ નિહાળ્યો:નવસારીમાં જળસ્તર ઊંચા લાવતા પ્રોજેક્ટની સમીક્ષા, સુરક્ષા દીવાલની રજૂઆત
    Next Article
    મુંબઈથી કુરિયર દ્વારા ઈ-સિગારેટ મંગાવી:શાહીબાગમાંથી ઈ-સિગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment