Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના રાખોડિયા તળાવમાં લાગી આગ:ફાયર ટીમે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ

    1 week ago

    વલસાડના રાખોડિયા તળાવમાં સાંજના સમયે આગ લાગી હતી. તળાવની વચ્ચોવચ લાગેલી આ આગ પર ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. આગ લાગવાની ઘટના તળાવના મધ્ય ભાગમાં બની હતી. ભારે પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વલસાડ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, આગ તળાવની વચ્ચોવચ અને અલગ-અલગ જગ્યાએ લાગી હોવાથી ફાયર ટીમને તેને કાબુમાં લેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ધુમાડાના કારણે નાના બાળકોની આંખોમાં બળતરા થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું:ભક્તિનગર સર્કલ પાસે મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી કરાઈ
    Next Article
    રેલવે DRM સાથે AMCના પદાધિકારીઓની બેઠક:વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા સૂચના, અંડરપાસ અને ઓવરબ્રિજની કામગીરી સહિત વિવિધ પ્રશ્નો મુદ્દે મહત્વની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment