Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે DRM સાથે AMCના પદાધિકારીઓની બેઠક:વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા સૂચના, અંડરપાસ અને ઓવરબ્રિજની કામગીરી સહિત વિવિધ પ્રશ્નો મુદ્દે મહત્વની ચર્ચા

    1 week ago

    પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ સહિત અલગ-અલગ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. રેલ્વે દ્વારા ઓવરબ્રિજ અને અંડર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બાકી કામો ઝડપથી પૂર્ણ થાય અને રેલવે સ્ટેશનની કામગીરીમાં કેટલી પ્રગતિ થઈ છે તેની સમીક્ષા કરવા માટે નવનિયુક્ત મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા અમદાવાદ DRM (ડિવિઝનલ રેલવે મેનેજર) અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. મેયર સહિતના પદાધિકારીઓની DRM સાથે બેઠક શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો પણ સંકળાયેલા હોય છે. રેલવે અને અન્ય વિભાગો વચ્ચે કામગીરી બાબતે સંકલન યોગ્ય રીતે ન થતું હોવાથી ધીમી ગતિએ કામ કરતું હોવાના પગલે કામો ઝડપી થાય તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ પ્રશ્નો મુદ્દે મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને સાંસદ દિનેશ મકવાણા તેમજ ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા રેલવે ડીઆરએમ વેદ પ્રકાશ સાથે બેઠક કરીને કામગીરી માટે રાજકીય નેતાઓની સાથે પણ સંકલન કરવા જણાવ્યું હતું. અસારવા ઓમ નગર રેલવે અંડરપાસની કામગીરી ઝડપી કરવા સૂચના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ડિવિઝનના DRM સાથેની મિટિંગમાં વિવિધ પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અસારવા ઓમ નગર રેલવે અંડર પાસ બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી છેલ્લા બે વર્ષથી બાકી છે. જો કે રેલવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરેન્ટ દ્વારા એકબીજા સાથે યોગ્ય રીતે સંકલન ન કરવાના કારણે ટોરેન્ટ પાવરના કેબલ કાઢવા બાબતે કામગીરી મોડી થઈ રહી છે જેને લઇને નેતાઓએ અધિકારીઓને ઝડપી કામગીરી કરવા માટે ટોરેન્ટની સાથે સંકલન કરી છ મહિનામાં કામગીરી પૂરી કરવા સૂચના આપી હતી. મણીનગર રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ મુદ્દે ચર્ચા મણીનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે. ખૂબ વધારે પ્રમાણમાં ટ્રેનો આવતી હોવાથી વારંવાર ક્રોસિંગ બંધ કરવું પડે છે અને લોકોને ટ્રાફિકમાં ફસાવું પડે છે. જેથી આ સમસ્યાનો હલ લાવવા માટે મણીનગર રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાનો છે. જોકે ત્યાં કેટલીક મિલકતો કપાતમાં જાય છે. ત્યારે સ્થાનિકોને મુશ્કેલી ન પડે તેને પ્રમાણે રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન બનાવવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા DRM સાથે ચર્ચા કરવામાં આવી હતી. મિલકતો કપાતમાં ખૂબ ઓછી જાય તે પ્રમાણેની ડિઝાઈન તૈયાર કરીને મંજૂર કરવામાં આવે તે પ્રમાણે વાતચીત થઈ હતી. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવા જોઈએ હેબતપુર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે ઓવરબ્રિજની ડિઝાઇન પણ રેલવે દ્વારા બદલવામાં આવી છે. જેના કારણે મોડું થયું છે. જેથી અગાઉથી યોગ્ય રીતે સંકલન કરીને ડિઝાઇન બનાવવામાં આવે જેથી જે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવો જોઈએ, તે પ્રોજેક્ટ તો સમય પસાર પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા માટે પણ નેતાઓએ અધિકારીઓને ટકોર કરી હતી. મકરબા અને વેજલપુર રેલવે ઓવરબ્રિજ પણ ખૂબ ધીમી ગતિએ બની રહ્યા છે, ત્યારે આવા કામમાં સમયસર રેલવે વિભાગ સંકલન કરીને કામગીરી કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. ચાંદલોડિયા રેલવે સ્ટે. પાસે ઝૂંપડાઓ દૂર કરવા સૂચન અમદાવાદ રેલવે વિભાગ પાસે ખૂબ મોટી જગ્યા છે. વિવિધ વિસ્તારોમાં રેલવે વિભાગની આવેલી વિશાળ જગ્યાનો સારી રીતે ઉપયોગ થાય તેના માટે ડીઆરએમને સૂચન કરવામાં આવ્યું હતું. ચાંદલોડિયા રેલવે સ્ટેશન આસપાસ રેલવેની ખૂબ મોટી જગ્યા છે. જ્યાં કેટલીક ઝુપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે ત્યારે તેને દૂર કરી અને આ વિસ્તારને સારી રીતે ડેવલપમેન્ટ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. કાલુપુર, સાબરમતી ચાંદલોડિયા, મણીનગર વટવા સહિતના રેલ્વે સ્ટેશનો રીડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે તેના કાર્યોના પ્રગતિ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના રાખોડિયા તળાવમાં લાગી આગ:ફાયર ટીમે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ
    Next Article
    પોલીસ 60 દિવસે ચાર્જશીટ ભૂલી:જામીન અરજીના 46 મિનિટે કરાતા ડિફોલ્ટ બેઇલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment