Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ 60 દિવસે ચાર્જશીટ ભૂલી:જામીન અરજીના 46 મિનિટે કરાતા ડિફોલ્ટ બેઇલ

    1 week ago

    ચોરીના એક કેસમાં પોલીસે 60 દિવસની મર્યાદમાં ચાર્જશીટ રજૂ નહી કરતા આરોપી દિનેશ માયલને ડિફોલ્ટ બેઇલનો લાભ મળ્યો હતો. આ કેસમાં ડિફેન્સમાંથી પણ છેક 83માં દિવસે જામીન માટે અરજી કરી હતી, એટલે કે વકીલ પણ 23 દિવસ બાદ આરોપીને ડિફોલ્ટ બેઈલનો લાભ અપાવ્યો હતો. આરોપી સામે ઉત્રાણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને તા. 18મી માર્ચ 2026ના રોજ આરોપીની ધરપકડ કરવામા આવી હતી. કોર્ટે તપાસ અધિકારીની ભુમિકા સામે પણ સવાલ કર્યા હતા. સરકાર પક્ષ દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામા આવ્યો હતો જો કે કોર્ટે રેકર્ડ ચકાસતા માલુમ પડયુ હતુ કે જામીન અરજી કરાયાના 46 મિનિટ બાદ ચાર્જશીટ કરવામા આવી હતી. આથી કોર્ટે આરોપીનો કાનૂની હક માન્ય રાખીને તેને કેટલીક શરતો સાથે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. ગોટી બંધુઓને જામીન ચોક બજારમાં નોંધાયેલા 3લાખની ઉઘરાણીના કેસમાં રિવોલ્વર મૂકી ધમકી આપનારા ચિરાગ ગોટી અને નિરાંત ગોટીએ કરેલી ડિફોલ્ટ બેઇલ જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરાઇ હતી. અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા ડિફોલ્ટ બેઇલની જામીન અરજી નામંજૂર કરાઇ હતી જેની સામે આરોપીઓ સેશન્સમાં ગયા હતા. 60 અને 90 દિવસનો નિયમ સમજો: એક્સપર્ટ જો તપાસ અધિકારી નક્કી કરેલા આ 60 કે 90 દિવસની અંદર અદાલતમાં ચાર્જશીટ દાખલ ન કરી શકે તો તે આરોપીને ડિફોલ્ટ બેઇલ મળે છે. ગુનાના ગુણદોષ ધ્યાને લીધા વિના સમયસર ચાર્જશીટ ન થતાં જામીનનો કાનૂની અધિકાર મળે છે. આ નિયમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે પોલીસ તપાસમાં બિનજરૂરી વિલંબ ન કરે અને કોઈ પણ નાગરિકને ચાર્જશીટ વિના લાંબો સમય જેલમાં ન રહેવું પડે. સજાના આધારે 60 કે 90 દિવસમાં ચાર્જશીટ કરવાનું નક્કી થાય છે. > હાર્દિક દેસાઈ, એડવોકેટ
    Click here to Read More
    Previous Article
    રેલવે DRM સાથે AMCના પદાધિકારીઓની બેઠક:વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા સૂચના, અંડરપાસ અને ઓવરબ્રિજની કામગીરી સહિત વિવિધ પ્રશ્નો મુદ્દે મહત્વની ચર્ચા
    Next Article
    આત્મહત્યા:ઈચ્છાપોરમાં યુવકે ગેસના સિલિન્ડરમાં પાઈપ જોડી મોઢામાં નાંખ્યો,કોથળી મોઢા પર ઢાંકી ગેસ ઈન્હેલ કરી આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment