Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભામાં ગીર સોમનાથનો અવાજ ગુંજશે:માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ભાજપ કાર્યકરોનો ઉત્સાહ છલકાયો; "પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરની પણ નોંધ લેવાય છે"નો સંદેશ

    5 days ago

    માનસિંહ પરમાર રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાતા ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને વેપારી વર્ગના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં માનસિંહ પરમારને ફૂલહાર, શાલ અને સન્માનચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ પરમારની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને પક્ષ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત સંગઠન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરની પણ નોંધ લેવાય છે અને તેમના કાર્ય તથા સમર્પણનું મૂલ્યાંકન કરીને યોગ્ય સમયે જવાબદારી સોંપવામાં આવે છે. નવનિયુક્ત રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીકાળથી શરૂ થયેલી પોતાની સંગઠન યાત્રાને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય કાર્યકર તરીકે શરૂ થયેલી તેમની સફર આજે રાજ્યસભા સુધી પહોંચી છે, જે પક્ષના વિશ્વાસ અને કાર્યકરોના પ્રેમનું પરિણામ છે. તેમણે ભાજપના વરિષ્ઠ આગેવાનો અને પૂર્વજ કાર્યકરોના યોગદાનને પણ યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ આમંત્રિત મંત્રી ઝવેરભાઈ ઠકરાર, વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, તાલાળા નગરપાલિકા પ્રમુખ ભુપતભાઈ હિરપરા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયા, કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ પિઠીયા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ બારડ, જિલ્લા મહામંત્રીઓ ભરતભાઈ વાળા, વિશાલભાઈ વોરા અને અનિલભાઈ જેઠવા સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ વોરાએ કર્યું હતું અને આભારવિધિ અનિલભાઈ જેઠવાએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં યુવતી 18 KM દુર ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી...:LRDની 12,733 જગ્યા માટે 2.63 લાખ ઉમેદવારો મેદાને; 12.30 વાગ્યા સુધી 200 માર્ક્સની કસોટી
    Next Article
    જમાઈએ નાનાજીની છરીના ઘા ઝીંકી હત્યા કરી:ઘરમાં લોહી લોહી, નાનીને ઈજા; રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં ખૂની ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment