Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમાઈએ નાનાજીની છરીના ઘા ઝીંકી હત્યા કરી:ઘરમાં લોહી લોહી, નાનીને ઈજા; રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં ખૂની ખેલ

    6 days ago

    રાજકોટના વિમલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે પારિવારિક ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી હતી. મૂળ વેરાવળના વિવેક ગોસ્વામી નામના શખ્સે પત્ની સાથેના અણબનાવની અદાવતમાં પત્નીના નાના પ્રવિણ શાહ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ હુમલામાં નાનીને પણ ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. આરોપી અવારનવાર ધાક-ધમકીઓ આપતો હતો મળતી માહિતી મુજબ, આરોપી પતિ વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. પત્નીએ વિવેક સાથે જવાની ના પાડી દીધી હોવાથી તે અવારનવાર ધાક-ધમકીઓ આપતો હતો. આ ભયના કારણે પરિવાર દ્વારા અગાઉ સુરક્ષા માટે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. પત્નીના નાનાના ઘરે જઈને છરીથી હુમલો કર્યો ગઇકાલે(13 જૂન) મોડી રાત્રે આ વિવાદ ઉગ્ર બન્યો હતો, જેમાં આરોપીએ પત્નીના નાનાના ઘરે જઈને વડીલો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પણ વાંચો પરિણીતાના અનૈતિક સંબંધને કારણે આવ્યો જીંદગીનો અંત રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતિએ માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસમાં હત્યાની આ બીજી ઘટના હતી. મૃતક શિલ્પાબેનના બહેનની દીકરી નાયબ રહીમભાઈ જીયાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, હું 3 વર્ષથી રાજકોટ મારા માસી શિલ્પાબેન અને માસા અલ્તાફભાઈ સાથે તેમના ફ્લેટમાં રહું છું અને રાજકોટ ખાતે ગોદરેજ કંપનીની ઓફિસમાં નોકરી કરું છું. મારા માતા-પિતા આફ્રિકા રહે છે. મારા માસાને રૈયાધાર ખાતે કરિયાણાની દુકાન છે. આજે સવારે વહેલા 5 વાગ્યે મારાં માસા પોતાની દુકાને જતા રહ્યા હતા. હું અને મારા માસી ઘરે હતા. સવારે 9 વાગ્યે પરત ઘરે આવી મારા માસી સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં અમે સાથે ચા નાસ્તો કર્યો હતો. થોડીવાર પછી મારા માસા હાથમાં વિમલનો થેલો લઈને ઘરે આવ્યા હતા અને મારા માસી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) પૌત્રએ દાદાને લોખંડનું ટેબલ માથામાં મારી હત્યા કરી રાજકોટમાં પૌત્રના હાથે થયેલ દાદાની હત્યા કેસમાં પોલીસે આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ તેના દાદાની જમીન પર ધિરાણ લઇ બાદમાં તે પુરી ભરપાઈ ન કરતા દાદા પૌત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. તે દરમિયાન 25 મે પણ ઉગ્ર બોલાચાલી થતા સવારે પૌત્રએ દાદાના ઘરે આવી પ્રથમ તેમના ફળિયામાં રહેલ રેંકડીમાં પછાડી બાદમાં લોખંડના ટેબલ વડે માથામાં હુમલો કરી ઇજા પહોંચાડી હતી જેમા મોત થયું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં ગીર સોમનાથનો અવાજ ગુંજશે:માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ભાજપ કાર્યકરોનો ઉત્સાહ છલકાયો; "પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરની પણ નોંધ લેવાય છે"નો સંદેશ
    Next Article
    Salangpur Hanuman Idol Copyright Controversy | કિંગ્સ ઓફ સાળંગપુરના કોપીરાઈટનો મુદ્દો વધુ વકર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment