Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં યુવતી 18 KM દુર ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી...:LRDની 12,733 જગ્યા માટે 2.63 લાખ ઉમેદવારો મેદાને; 12.30 વાગ્યા સુધી 200 માર્ક્સની કસોટી

    6 days ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે, 14 જૂન અને રવિવારના રોજ મેગા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ભાગ લેનારા અંદાજિત 6.36 લાખ ઉમેદવારોમાંથી કડક પરીક્ષા ઉત્તીર્ણ કરીને કુલ 2,63,345 ઉમેદવારો આ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે, જેઓ આજે વિવિધ કેન્દ્રો પર પોતાનું નસીબ અજમાવશે. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા-કોલેજોમાં સવારે 9.30થી બપોરે 12.30 વાગ્યા સુધી યોજાશે, જેમાં ઉમેદવારોએ 200 માર્ક્સની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) પદ્ધતિનો સામનો કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાના કોલલેટર ગત 6 જૂનથી જ ઓનલાઇન ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા હતા. સવારના 7.30 વાગ્યા પહેલાંથી જ તમામ ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. ગેરરીતિને રોકવા સેન્ટર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. ફ્રિસ્કિંગ, થમ્બ ઇમ્પ્રેશન, ફોટો મેચ બાદ ઉમેદવારોને કેન્દ્રમાં એન્ટ્રી આપી દેવાઈ હતી. ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર મેડિકલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ડમી ઉમેદવારોને રોકવા AI અને બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે પરીક્ષામાં ડિજિટલ સિક્યોરિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ કેન્દ્ર પર ડમી ઉમેદવાર બેસી ન જાય તે માટે પરીક્ષાર્થીઓની ઓળખની ચકાસણી કરવા બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેસિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી (ચેહરો ઓળખવાની સિસ્ટમ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી. એટલું જ નહીં, પ્રશ્નપત્રો અને પરીક્ષા સામગ્રી જે લોજિસ્ટિક વાહનો દ્વારા લાવવા-લઇ જવામાં આવશે, તે તમામ વાહનોનું જીપીએસ (GPS) મારફતે રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનિટરિંગ કરાશે. પરીક્ષા કેન્દ્રો પરની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    In Chhattisgarh’s Hasdeo-Arand Rajasthan govt coal block granted in-principle forest clearance
    Next Article
    રાજ્યસભામાં ગીર સોમનાથનો અવાજ ગુંજશે:માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ભાજપ કાર્યકરોનો ઉત્સાહ છલકાયો; "પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરની પણ નોંધ લેવાય છે"નો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment