Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારમાં શોક:છૂટાછેડા બાદ આઘાતમાં સરી પડેલા રાજકોટના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

    14 hours ago

    રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગર રોડ પર એફસીઆઈ ગોડાઉન પાસે પરશુરામ પાર્ક શેરી નં.4માં રહેતા 29 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવ અંગે ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ, હાર્દિકભાઈ મનીષભાઈ મણિયાર (ઉ.29), રહે. પરશુરામ પાર્ક, જામનગર રોડ, ચાર મહિના પહેલાં છૂટાછેડા થયા બાદ માનસિક આઘાતમાં રહેતા હતા. તેઓ દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. એકાદ દિવસ પહેલાં તેમણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ચાર ભાઈઓમાં સૌથી નાના હાર્દિકભાઈ નજીકની ઓરડીમાં એકલા રહેતા હતા. રૂમમાંથી સતત દુર્ગંધ આવતાં ભાઈઓએ તપાસ કરતાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર મેઈન રોડ પર રાધાકૃષ્ણ શેરી નં. 17માં રહેતા દેવાયતભાઈ નારણભાઈ ડાંગર (ઉ.68)એ બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ પહોંચી હતી. ઇએમટી હીનાબેન રાઠોડે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દેવાયતભાઈ લાંબા સમયથી બીમારીથી પરેશાન હતા અને તેનાથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમના પરિવારમાં બે પુત્ર છે. ભક્તિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ:વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાજપ લઘુમતી મોરચા દ્વારા સેવાકાર્ય
    Next Article
    કારમાં તોડફોડ:વિરોધી વ્યક્તિની કાર સમજી યુવકે કારમાં તોડફોડ કરી, કારના કાચ ફોડી નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment