Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં તોડફોડ:વિરોધી વ્યક્તિની કાર સમજી યુવકે કારમાં તોડફોડ કરી, કારના કાચ ફોડી નાખ્યા

    13 hours ago

    કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં મોડી રાત્રે એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. એક શખ્સે અન્ય વ્યક્તિની કારને પોતાના વિરોધી ધર્મેશની કાર સમજી તેમાં તોડફોડ કરી નાખી હતી. કારના કાચ ફોડી નાંખતાં હજારોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે આજી ડેમ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોમનાથ સોસાયટીમાં રહેતા અને સેન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીજ્ઞેશભાઈ બાવકુભાઈ ચાવડા(ઉ.વ.38) એ આરોપી તરીકે અભી જળુનું નામ આપ્યું છે. ફરિયાદી જીગ્નેશભાઈએ પોતાની આઈ-20 કાર ઘર નજીક કોમન પ્લોટમાં પાર્ક કરતા હતા. શુક્રવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે તેમના પિત્રાઈ ભાઈ હાર્દિકભાઈએ ફોન કરી કારના કાચ કોઈ ફોડી રહ્યું હોવાની જાણ કરી હતી. સ્થળ પર પહોંચતા એક શખ્સ લોખંડનો પાઈપ લઈને ઊભો હતો અને કારના આગળ-પાછળ તેમજ ચારેય દરવાજાના કાચ તોડી નાખ્યા હતા. જીજ્ઞેશભાઈએ કારણ પૂછતાં શખ્સે ‘મને એમ કે આ કાર ધર્મેશની છે, તેની સાથે માથાકૂટ ચાલે છે એટલે કાચ ફોડ્યા’ હોવાનું કહ્યું હતું. કાર પોતાની હોવાનું સમજાવવા છતાં આરોપી ઉશ્કેરાઈ ગાળો આપવા લાગ્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પરિવારમાં શોક:છૂટાછેડા બાદ આઘાતમાં સરી પડેલા રાજકોટના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
    Next Article
    Every Citizen is a Milliionaire in Norway!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment