Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ:વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાજપ લઘુમતી મોરચા દ્વારા સેવાકાર્ય

    16 hours ago

    પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 13 જૂન, 2026ના રોજ રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ અને અનાથ બાળકો માટે ભોજન સેવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વર્ષ 2025માં 12 જૂનના રોજ અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં દિવંગત આત્માને સેવાકીય કાર્યો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે અને પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી રાજુભાઈ દલવાણીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી તેમજ પરિવારના મિત્રોના હસ્તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ અને તેમના સગાં-વહાલાંઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. પુણ્યતિથિના આ અવસરે લઘુમતી મોરચાના હોદ્દેદારો દ્વારા રાજકોટના હીના ફાઉન્ડેશન ખાતે આશ્રય મેળવી રહેલા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને આત્મીયતાપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં લઘુમતી મોરચાના પ્રમુખ ઇબ્રાહિમભાઈ સોની, મહામંત્રી ફિરોઝભાઈ ડેલા, અમીનભાઈ સમા, વકફ બોર્ડના ડિરેક્ટર આસિફભાઈ સલોટ અને પૂર્વ પ્રદેશ મંત્રી હરૂણભાઈ શાહમદાર સહિતના હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર BAPS મંદિરમાં મહા આમ્રોત્સવ:23 પ્રકારની કેરીઓનો અન્નકૂટ, સવારથી સાંજ સુધી દર્શન
    Next Article
    પરિવારમાં શોક:છૂટાછેડા બાદ આઘાતમાં સરી પડેલા રાજકોટના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment