Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમાઈએ નાનાની છરીના ઘા ઝીંકી હત્યા કરી:નાનીને ગંભીર ઈજા, રાજકોટમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ

    23 hours ago

    રાજકોટના વિમલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે પારિવારિક ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી છે. મૂળ વેરાવળના વિવેક ગોસ્વામી નામના શખ્સે પત્ની સાથેના અણબનાવની અદાવતમાં તેના નાના પ્રવિણભાઇ શાહ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હુમલામાં પત્નીના નાનીને ગળાના ભાગે છરીના ઘા માર્યા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આરોપી અવારનવાર ધાક-ધમકીઓ આપતો હતો મળતી માહિતી મુજબ, આરોપી પતિ વિવેક ગોસ્વામી અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. પત્નીએ વિવેક સાથે જવાની ના પાડી દીધી હોવાથી તે અવારનવાર ધાક-ધમકીઓ આપતો હતો. આ ભયના કારણે પરિવાર દ્વારા અગાઉ સુરક્ષા માટે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. પત્નીના નાનાના ઘરે જઈને છરીથી હુમલો કર્યો ગઇકાલે(13 જૂન) મોડી રાત્રે આ વિવાદ ઉગ્ર બન્યો હતો, જેમાં આરોપીએ પત્નીના નાનાના ઘરે જઈને વડીલો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……
    Click here to Read More
    Previous Article
    LRDની 12,733 જગ્યા માટે 2.63 લાખ ઉમેદવારોની કસોટી:9.30થી 12.30 વાગ્યા સુધી 200 માર્ક્સની પરીક્ષા; ગેરરીતિ રોકવા AI-ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ
    Next Article
    વામૈયામાં ખેડૂતના બંધ મકાનમાંથી રૂ. 1.18 લાખની ચોરી:પરિવાર ખેતરે ગયો ત્યારે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment