Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRDની 12,733 જગ્યા માટે 2.63 લાખ ઉમેદવારોની કસોટી:9.30થી 12.30 વાગ્યા સુધી 200 માર્ક્સની પરીક્ષા; ગેરરીતિ રોકવા AI-ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ

    1 day ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે, 14 જૂન અને રવિવારના રોજ મેગા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં ભાગ લેનારા અંદાજિત 6.36 લાખ ઉમેદવારોમાંથી કડક પરીક્ષા ઉત્તીર્ણ કરીને કુલ 2,63,345 ઉમેદવારો આ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે, જેઓ આજે વિવિધ કેન્દ્રો પર પોતાનું નસીબ અજમાવશે. ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે તમામ વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વિશાળ પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા-કોલેજોમાં સવારે 9.30થી બપોરે 12.30 વાગ્યા સુધી યોજાશે, જેમાં ઉમેદવારોએ 200 માર્ક્સની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) પદ્ધતિનો સામનો કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાના કોલલેટર ગત 6 જૂનથી જ ઓનલાઇન ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા હતા. સવારના 7.30 વાગ્યા પહેલાંથી જ તમામ ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. ગેરરીતીને રોકવા સેન્ટર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત છે. ફ્રિસ્કિંગ, થમ્બ ઇમ્પ્રેશન, ફોટો મેચ બાદ ઉમેદવારોને કેન્દ્રમાં એન્ટ્રી આપી દેવાઈ છે. ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર મેડિકલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 26 હજારથી વધુ અધિકારીઓ અને સ્ટાફનો લોખંડી પહેરો ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક, નકલરહિત અને ગેરરીતિમુક્ત બનાવવા માટે સરકારી તંત્રએ કમર કસી છે. પરીક્ષાની સિક્યોરિટી અને સુપરવિઝન કામગીરી માટે 9 હજાર જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના આશરે 17,000 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 26,000થી વધુનો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર પર ભરતી બોર્ડના વિશેષ પ્રતિનિધિ તરીકે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અથવા PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) કક્ષાના અધિકારી હાજર રહેશે. ડમી ઉમેદવારોને રોકવા AI અને બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે પરીક્ષામાં ડિજિટલ સિક્યોરિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કોઈ પણ કેન્દ્ર પર ડમી ઉમેદવાર બેસી ન જાય તે માટે પરીક્ષાર્થીઓની ઓળખની ચકાસણી કરવા બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેસિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી (ચેહરો ઓળખવાની સિસ્ટમ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં, પ્રશ્નપત્રો અને પરીક્ષા સામગ્રી જે લોજિસ્ટિક વાહનો દ્વારા લાવવા-લઇ જવામાં આવશે, તે તમામ વાહનોનું જીપીએસ (GPS) મારફતે રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Can you reverse your thyroid naturally? Doctors answer
    Next Article
    જમાઈએ નાનાની છરીના ઘા ઝીંકી હત્યા કરી:નાનીને ગંભીર ઈજા, રાજકોટમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment