Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનના સગીર અને તેના મિત્રે ચોર્યાની કબૂલાત‎:શામળાજીના સોનાસણ ગામેથી ચોરેલ બાઇક સાથે સગીર ઝબ્બે

    5 दिन पहले

    અરવલ્લી એલસીબીએ શામળાજીના સોનાસણમાંથી છ મહિના અગાઉ થયેલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બાઇક કબજે લઈ કાયદાના સંઘર્ષમાં આવેલા રાજસ્થાનના સગીરને ડિટેઇન કરી ચોરીમાં સંડોવાયેલા તેના મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. શામળાજીમાં LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બસ સ્ટેશન નજીક બજારમાં નંબર પ્લેટ વગરની બાઇક સાથે સગીર શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં પોલીસે તેની પાસે વાહનના કાગળો કે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે સગીરના ભાઈ જીવાભાઈ વિરજીભાઈ ઘાંટીયા (રહે. ટેંગરવાડા, રાજસ્થાન) ને બોલાવી તેની હાજરીમાં પૂછપરછ કરતાં સગીરે તેના મિત્ર અજય જોશીયારાએ ભેગા મળી છ માસ અગાઉ સોનાસણમાંથી બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એલસીબીએ વોન્ટેડ આરોપી અજય પોપટભાઈ જોષીયારા રહે. બોરકા પાની તા.વીંછીવાડા જિ.ડુંગરપુર રાજસ્થાનની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા યુથ કોંગ્રેસે કરી માંગ:અરવલ્લીમાં AGR યોજના હેઠળ ખેડૂતોને કીટ ન ફાળવાતાં આક્રોશ
    Next Article
    આઠ હત્યા કરનારો કેરળનો ‘રિપર જયાનંદન’:બે વાર જેલ તોડી, શ્રીલંકા પહોંચી ગયો, જેલમાંથી નવલકથા લખી, છતાં તે નિર્દોષ હોવાના પુરાવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment