Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા યુથ કોંગ્રેસે કરી માંગ:અરવલ્લીમાં AGR યોજના હેઠળ ખેડૂતોને કીટ ન ફાળવાતાં આક્રોશ

    5 दिन पहले

    ચોમાસુ સિઝનની વાવણીના ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને સરકારને એજીઆર યોજના અંતર્ગત ખેડૂતોને ફાળવવામાં આવતી બિયારણોની કીટ ન મળતાં જિલ્લા કોંગ્રેસના યુથ સમિતિના કાર્યકરો અને પ્રમુખ રાઠોડ આશુતોષભાઈ રેવાભાઇએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વહેલી તકે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને બિયારણની કીટો મળે તે માટે અને રજૂઆત કરી ગ્રાઉન્ડ લેવલે સર્વેની માંગણી કરી છે. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી કે ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી છે અને વાવેતરનો સમય પણ આવી ગયો હોવા છતાં ખેડૂતોને સરકાર દ્વારા AGR યોજનામાં ફાળવાતી બિયારણની કીટ જિલ્લામાં ખેડૂતોને હજુ સુધી પ્રાપ્ત થઈ નથી તેથી તેમને બિયારણની કીટ મળી રહે તેવી માગણી કરી હતી. જિલ્લામાં એજીઆર કીટ જરૂરિયાતમંદ ખેડૂતોની સંખ્યા કરતા ઓછી આવતી હોવાથી આના કાયમી નિવારણ માટે ગ્રાઉન્ડ લેવલે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી અને ખેતીવાડી નિયામક દ્વારા સચોટ રીતે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવામાં આવે અને આ સર્વે આધારે વાસ્તવિક જરૂરિયાતમંદ ખેડૂતોની સંખ્યાનો લક્ષ્યાંક નક્કી કરી અગાઉથી સરકારમાં મોકલવામાં આવે તો જિલ્લામાં તમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે સર્વેની માગણી કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં દુકાનોના પતરાંનો શેડ તૂટ્યો:મોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ ધરાશાયી, અગ્રણી સહિત ત્રણ ઘાયલ
    Next Article
    રાજસ્થાનના સગીર અને તેના મિત્રે ચોર્યાની કબૂલાત‎:શામળાજીના સોનાસણ ગામેથી ચોરેલ બાઇક સાથે સગીર ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment