Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં દુકાનોના પતરાંનો શેડ તૂટ્યો:મોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ ધરાશાયી, અગ્રણી સહિત ત્રણ ઘાયલ

    5 days ago

    મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પાસે આવેલ નગરપાલિકાના ટાઉનહોલ શોપિંગ સેન્ટરની એક દુકાનની પેરાફીટ શનિવાર સાંજે અચાનક તૂટી પડતાં લોકોમાં નાસભાગ મતી હતી. આ સમયે દુકાન આગળ બેઠેલા અગ્રણીને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને અન્ય બે થી ત્રણ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. મોડાસા પાલિકાના ટાઉનહોલ શોપિંગ સેન્ટરની વર્ષો અગાઉ બાંધકામ કરેલ દુકાનો છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થઈ ગઈ હોવાની વેપારીઓ બૂમરાડ કરી રહ્યા છે. શનિવારે સાંજના સમયે ટાઉનહોલના શોપિંગ સેન્ટરની એક દુકાન ઉપરની પેરાફીટ અચાનક તૂટી પડતાં નીચે બેઠેલા અગ્રણી મોહનભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તદુપરાંત દુકાનની બહાર ઉભેલા અન્ય બે થી ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. વેપારીઓ અને જાગૃત લોકોએ તેમજ સામાજિક કાર્યકર ડી.આર. જાદવે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વર્ષો અગાઉ બાંધકામ કરેલ શોપિંગ સેન્ટરના જર્જરિત થઈ ગયેલા અને જોખમી બનેલા ભાગો ચોમાસાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉતારી લેવા માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:નવસારીના ગણેશ સિસોદ્રા નજીક કારની ટક્કરે ટેન્કર પરથી પટકાયેલા યુવાનનું મોત નિપજ્યું
    Next Article
    જિલ્લા યુથ કોંગ્રેસે કરી માંગ:અરવલ્લીમાં AGR યોજના હેઠળ ખેડૂતોને કીટ ન ફાળવાતાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment