Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:ભણતર ભાર વગરનું હોવું ન જોઇએ?

    6 days ago

     હાથમાં ખંજવાળ આવે તો ધનપ્રાપ્તિ થાય, એ વાત સાચી? (ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - ખણવા માંડો.  મારા ગ્રહો આડાઅવળા થઈ ગયા છે. ઉપાય બતાવશો? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - ઘરમાં ને ઘરમાં જ ક્યાંક પડ્યા હશે. જોઇ જુઓ જરા!  પત્ની કાયમ પતિના મોબાઇલ કેમ ચેક કરતી હશે? (મહાસુખ દરજી, અમદાવાદ) - અમારા જમાનામાં ખિસ્સા ચેક કરતી ને કંઈક મળી આવતુંય ખરું!  છેતરપિંડી તો વધી ગઇ છે, પણ લોકો છેતરાય છે કેમ? (કિરણ મોવડીયા, માણસા) - જસ્ટ....એમ જ!  ‘રિલેશનશિપ’માં જવું હોય તો બસ ક્યાંથી મળે? (હિતેશ દમણીયા, સુરત) - ઓહ… તો હજી તમારું ‘પત્યું’ નથી!  ‘બ્રેન-વૉશ’ માટે ક્યો ડિટર્જન્ટ પાઉડર જોઇએ? ( સ્મિત આચાર્ય, અમદાવાદ) - હંમેશાં વાપરો… અમારો એન્કાઉન્ટર ડિટર્જન્ટ પાઉડર!  લેખક બનવું સારું કે કવિ બનવું? (કમલ ચક્રવર્તી, અમદાવાદ) - ‘કમલ’ બનવું સારું કે ‘ચક્રવર્તી’ બનવું સારું?  પાટલા સાસુના ગોરધનને ‘પાટલા સસરા’ કહી શકાય? (પંકજ ગોસ્વામી, લુણીવાવ) - કહી આવો. કોઇ વાંધો નથી!  કહેવાતા ત્રણ સુપર સ્ટારો પાકિસ્તાન સામે કેમ ચૂપ છે? (ભાલચંદ્ર દવે, અમદાવાદ) - એટલે જ… હવે તો ‘કહેવાય’ એવાય નથી રહ્યા!  ‘અબ કી બાર… 900 કે પાર’ આઈ મીન, ગીરના સિંહો! (ફિરોઝ હાફેઝી, સુરત) - હા. એમનો ‘સ્ટ્રાઇક’ રેટ ઊંચો છે!  કક્કો-બારાખડી અને ABC માં શું ફરક? (અમરીશ મહેતા, અમદાવાદ) - ભાષાનો.  છોકરી મળી ગયા પછી દોસ્તો ફોનેય ન ઉપાડે, તો શું કરવું? (રૂપમ ધાંધલા, દિહોર-તળાજા) - તમને મળી જાય તો તમેય ન ઉપાડતા!  મારા સવાલ ગમતા નથી કે મળતા નથી? (ચેતના ઝીંઝાળા, સુરત) - તમારો આ સવાલ બીજી વાર ગમ્યો!  ગેસ પર મૂક્યા પછી ય તપેલીને ‘તપેલી’ કેમ કહે છે? (ડૉ. નીરજ પંડિત, વડોદરા) - ઘરમાં તમારી પાસે બહુ કામ કરાવાય છે… ઓહ!  પતિ એની પત્નીને કેમ હસાવી શકતો નથી? (ઘનશ્યામ ભરૂચા, વિરાર-મુંબઇ) - અમારામાં એવું ન હોય! અમારામાં તો પત્નીય અમને હસાવે!  ‘… પછી વાત!’ પણ પછી કેમ કાંઇ થતું નથી? (વિપુલ ઉપાધ્યાય, કડી) - શું કરાવવું છે, જેન્ટલમેન?  ગુજરાતીઓને માતૃભાષા માટે ગૌરવ કેમ થતું નથી? (દેવેન મેવાડા, અમદાવાદ) - આ જ કારણે મને મરાઠીઓ પર વધુ માન છે!  ‘ગુડ મોર્નિંગ, સર.’(ધર્મેશ રાયઠઠા, પોરબંદર) - બપોરે જવાબ આપીશ.  જિંદગીમાં એકવાર DRS ન મળે?(દત્તેશ પુરોહિત, ગોધરા) - પૈસા ખર્ચો તો બધું મળે!  અહીં આટલાં બધાં એન્કાઉન્ટરો કરો છો, તો કાશ્મીરમાં કરી ન શકો? (કપિલ જાની, ભાવનગર) - કાશ્મીર આપણા દેશનું જ છે. કેટલાક દેશદ્રોહીઓ હોય તો એમને લશ્કર જોરદાર જવાબ આપે છે!  મારે કોનું માનવું? પત્નીનું કે માતાનું? (નરેશ પરમાર, ભરૂચ) - અર્થાત્, તમારું પોતાનું તો કોઈ માનતું જ નથી!  તમને ઘરની રસોઈ ભાવે કે બહારની? (મૂળજી પટેલ, રાજુપુરા-પાદરા) - ‘પાપી પેટ કા સવાલ હૈ, બાબા’!  લાંબી લાઇનમાં ઊભા પછી આપણો વારો હોય ત્યારે જ સર્વર ડાઉન થાય તો શું કરવું? (વૈશાલી જોશી, ભુજ-કચ્છ) - ખોટું લગાડયા વિના પાછા આવવું.  ટ્રાફિક નિયમોનો પૂરો અમલ કેમ થતો નથી? (ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા) - ઓહ. મને એમ કે, તમે આપણા દેશની વાત કરતા હશો!  સગાં જ માન ન આપે તો શું કરવું? (અશોક પરમાર, સુરત) - સ્માઈલ આપવું.  આજકાલ પુત્ર પિતાને આદેશ આપતો થયો છે...! ઘોર કળિયુગ! (શ્યામ ચૌહાણ, કડી) -બધે એવું ન હોય!  રાહુલ ગાંધીનાં લગ્ન ક્યારે થશે? (શિવમ યાજ્ઞિક, રાજકોટ) - જેને કરવા નથી એ બોલતો નથી ને અહીં... ‘બેગાની શાદી મેં, અબ્દુલ્લા દીવાના!’  ડિમ્પલ કાપડીયા માટે કેમ આટલી ફીલિંગ્સ? હવે તો એ ઘરડી દેખાય છે! (જીતેન્દ્ર કેલા, મોરબી) - તે અમેય ક્યાં ઘોડિયે રમતું બાળક છીએ!  લક્ષ્મીજીનું વાહન ઘુવડ કેમ? અન્ય કોઇ પશુ-પક્ષી કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - ઘુવડમાં પેટ્રોલ પુરાવવું ન પડે!  કંકોતરી ‘વોટ્સએપ’ પર આવે તો ચાંદલો કેવી રીતે મોકલવો? (શશિકાંત મશરૂ, જામનગર) - યૂ મીન.....તમારામાં હજી ચાંદલો ‘આપવાની’ પ્રથા ચાલુ છે?  બાઈક દસ-બાર વ્યક્તિ બેસી શકે, એવી મોટી ન થાય? (સુનીલ વર્મા, અમદાવાદ) - ભાડે ફેરવવી છે?  નામેય ન સાંભળ્યાં હોય, એવા દેશો આજકાલ આડા ફાટવા માંડ્યા છે...! (પરેશ અંતાણી, રાજકોટ) - ના, પણ પાકિસ્તાનનું નામ તો સાંભળ્યું છે!  ઘરમાં જ્યારે તમારું કોઈ ન માને, તો શું કરો? (મીત નાંઢા, અમદાવાદ) - માને ત્યારેય કાંઇ કરી શકતો નથી!  55થી ઉપરના નાગરિકો માટે ‘વૃદ્ધ’ શબ્દ કેમ વપરાય છે? વરિષ્ઠ નાગરિક ન કહેવાય? (અશ્વિન મોરે, વડોદરા) - એવું કહે તોય ઉંમર એક વર્ષ ઓછી થવાની છે?  ઘણા મહિનાઓ પછી ‘એનકાઉન્ટર’ થોડું ગમ્યું… ‘બુધવારની બપોરે’માંય આવું થાય એવી લાગણી! (કિરણ ત્રિવેદી, વઢવાણ સિટી) - યૂ મીન… ‘ફિલ્મ ઈન્ડિયા’ બંધ કરું?
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:કોઈ મરજીથી શરીર વેચે?
    Next Article
    'કામને વારંવાર ટાળવાની ટેવ પડી ગઈ છે':'ડેડલાઇન આવે ત્યારે તણાવ અને ઉતાવળે પૂરું કરું છું, આ કુટેવને કેવી રીતે બદલું?' જાણો પ્રોક્રાસ્ટિનેશનનો ઉપાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment