Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:કોઈ મરજીથી શરીર વેચે?

    6 days ago

    2026, ભારતની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, ‘કોઈ વયસ્ક કે પુખ્ત મહિલા પોતાની ઈચ્છાથી સેક્સવર્કિંગનો વ્યવસાય કરે છે તો એ ગુનો નથી. એને પરાણે રેસ્ક્યૂ કરીને કોઈ સંરક્ષણ ગૃહમાં મોકલી શકાય નહીં. આ પ્રકારના વ્યવસાયને માનવ તસ્કરી માની શકાય નહીં.’ એ પહેલાં 2022માં એક અન્ય ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, ‘સહમતિથી કરવામાં આવેલો શારીરિક સંબંધ અવૈધ માની શકાય નહીં. પોલીસ માત્ર વ્યવસાયિક માહિતીના આધારે કોઈને હેરાન કે ગિરફ્તાર કરી શકે નહીં. આ વ્યવસાયમાં રહેલી સ્ત્રીઓનાં બાળકોને માત્ર માતાના વ્યાવસાયિક વિરોધના આધારે માતાથી જુદાં કરી શકાય નહીં.’ જોકે, આનો અર્થ એ નથી કે શરીર વેચવાનો વ્યવસાય કાયદાકીય રીતે સ્વીકાર્ય છે. દલાલી, માનવ તસ્કરી, બ્રોથલ ચલાવવું કે સાર્વજનિક સ્થળોએ ગ્રાહકો બોલાવવા જેવી બાબતોને આજે પણ ગુનો માનવામાં આવે છે. નુમાઈશની ચીજ બનીને ઊભા રહેવું, અણગમતા માણસના સ્પર્શને સહી લેવો સરળ નથી જ! બસ કે ટ્રેનમાં અજાણ્યા માણસનો સહેજ અછડતો, અણગમતો સ્પર્શ પણ આપણને આટલા બધા વિચલિત કરી શકે તો જે સ્ત્રી આવા અણગમતા સ્પર્શ રોજ સહેતી હોય એની મજબૂરીને કલંક કે દૂષણ કેવી રીતે માની શકાય? છાતીની તપાસ કરવા માટે એમના બ્લાઉઝમાં હાથ નાખતા માણસો એમને કોઈ ચીજવસ્તુની જેમ જોઈ-તપાસીને ખરીદે છે. એ કઈ સ્થિતિમાં આ તપાસ થવા દેતી હશે? એવો વિચાર સંભ્રાંત પરિવારની કોઈ મહિલાને ક્યારેય આવે છે, ખરો? સચ્ચાઈ તો એ છે કે આ ગલીઓમાં પોતાની વાસનાને ફેંકવા જતા આ પુરુષોનો રોગ મટાડતી આ સ્ત્રીઓ નર્સથી ઓછું કામ નથી કરતી... એમના સસ્તા મેકઅપ કે બે નંબર ઓછી બ્રામાં ભીંસાતી છાતીઓની પાછળ જે મજબૂરી છે એ જોવાને બદલે આપણે એને સમાજના રોગ કે સમાજના દૂષણ તરીકે જોઈએ છીએ. એમનાં બાળકોને માતાના વ્યવસાયનું કલંક ગણીને સમાજ એમની સાથે ન્યાય નથી જ કરતો. મહત્ત્વનો મુદ્દો એ છે કે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી હવે, આ પ્રકારના વ્યવસાય વિશે ફરિયાદ નહીં થઈ શકે, સિવાય કે સ્ત્રી અથવા પુરુષ પોતે પોતાના શોષણ અંગે ફરિયાદ કરે. આસપાસના લોકો, કે જેને આ આખી પરિસ્થિતિ સાથે કોઈ સીધો નિસ્બત ન હોય એવી વ્યક્તિની ફરિયાદથી પોલીસ કદાચ રેડ પાડે, પરંતુ ત્યાં ફસાયેલી સ્ત્રી હિંમતપૂર્વક એવું કહી શકશે ખરી, કે પોતે આ વ્યવસાયમાં ‘ફસાઈ’ છે? ઉત્તર પશ્ચિમ, બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ અને હવે તો ઉત્તર પ્રદેશમાંથી પણ યુવાન, સગીર દીકરીઓને ઉઠાવી લાવવામાં આવે છે. કેટલીકનાં માતા-પિતા એમનો સોદો કરે છે તો કેટલીક છોકરીઓનાં માતા-પિતાને દિલ્હી, મુંબઈ કે કોલકાતા જેવાં શહેરોમાં નોકરી અને કામની લાલચ આપી છોકરીને લાવવામાં આવે છે. આપણે ગમે તે કહીએ, પરંતુ હ્યુમન ટ્રાફિક-માણસને વેચવાનો વ્યવસાય હજી સુધી નાબૂદ કરી શક્યા નથી એ માત્ર આપણા દેશનું નહીં, માનવતા ઉપરનું કલંક છે. યુરોપ અને ખાડીના દેશોમાં હવે માત્ર છોકરીની માગ નથી. સગીર અને યુવાન છોકરાઓને પણ કામની લાલચે આ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે. 2023માં 1.77 હજાર અને 2024માં 2.10 હજાર બાળકો ગુમ થયાં છે. જેમાંથી 1.47 હજાર બાળકોના કેસ હજી પેન્ડિંગ છે. 2024માં છોકરીઓને કામ અથવા લગ્નના નામે લલચાવીને લઈ જવાના કેસ 98,375 નોંધાયા છે, એટલે કેટલા કેસ નહીં નોંધાયા હોય એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ? સદીઓ પહેલાં ગ્રીસમાં ગણિકાઓને રાજદરબારમાં સ્થાન મળતું. અમીર ઉમરાવોની બેઠકો આવા વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓને ત્યાં થતી. ફ્રાઈન નામની એક ગણિકાએ પોતાના દેશમાં પડેલા દુકાળ માટે ઉમરાવની શરત માનીને સંપૂર્ણ નિવસ્ત્ર દશામાં જ્યારે ગામમાં ફરવાની શરત સ્વીકારી ત્યારે એ ગામના લોકોએ પોતાનાં બારી-બારણાં બંધ રાખીને ફ્રાઈનના આ સમર્પણને આદર આપ્યો હોવાનો કિસ્સો જાણીતો છે. પેરિસના લૂવ્ર મ્યુઝિયમમાં આનું ચિત્ર પણ છે. શરીર વેચવું, પોતાની મરજીથી એને ગુનો ન માનીએ-તો પણ બળજબરીથી ફોસલાવીને કે છેતરીને જેમને આ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે એમને બચાવવાનો કોઈ રસ્તો સમાજ અને કાયદાએ શોધવો પડશે. શરીર વેચવાના વ્યવસાયને આપણે ઘૃણા અથવા તિરસ્કારથી જોઈએ છીએ. એ ગલીઓને સમાજની ગંદકી માનીએ છીએ, પરંતુ સાચું પૂછો તો, માત્ર શરીર નહીં ને મન, મગજ, બુદ્ધિ કે જ્ઞાન પણ પોતાની મરજી વિરુદ્ધ વેચનારાને આપણે શું કહીશું? આપણામાંથી કેટલા બધા એવા હશે જે કોઈની મૂર્ખ જેવી વાત પર એટલા માટે હસે છે કારણ કે એ એમના બૉસ છે, સમાજના પ્રમુખ છે, એના લીધે વ્યવસાયમાં ફાયદો થાય છે... એવા કેટલાય લોકો છે જે પોતાનું જ્ઞાન, બુદ્ધિ કે આવડત થોડાક રૂપિયા માટે ખોટા લોકોને વેચે છે. આતંકવાદી કે બોમ્બ બનાવનારા લોકો, લાંચ લેતા પોલીસ કે સરકારી અધિકારી શું ગણિકા નથી? મરજી વિરુદ્ધ ઉપરી અધિકારી કે નેતાની મૂર્ખ જેવી વાત સાથે સહમત થઈએ છીએ. તેમના તુક્કાઓને ‘વાહ વાહ’ કરીએ છીએ કે પછી એમના વાહિયાત વિચારો વિશે એમને સ્પષ્ટ કહેવાને બદલે એમના અહંકારને પંપાળીને આપણો ફાયદો શોધીએ છીએ ત્યારે આપણે પણ ગણિકા નથી? સત્ય તો એ છે કે મજબૂરીમાં આ બધું નથી કરતા બલ્કે સમજી-વિચારીને આપણા ફાયદા માટે સત્ય સમજવા છતાં, સામેની વ્યક્તિની પૂરેપૂરી બેવકૂફી કે ગુનાઇત માનસને ઓળખી લેવા છતાં આપણા ફાયદા માટે આપણી નીતિમત્તા અને સિદ્ધાંતને વેચી દઈએ છીએ! જાણે અજાણે સામેના માણસને સારું લગાડવા, સ્વાર્થ ખાતર જુઠ્ઠું બોલતા કે પોતાની મુરાદ પૂરી કરવા લટુડા-પટુડા થતા આપણે સહુ ગણિકા જ છીએ… આપણા ચહેરા પર સસ્તી ઈચ્છાઓનો મેકઅપ છે, આપણી છાતીઓ સ્વાર્થમાં ભીંસાઈને જૂઠથી ઊભરાય છે... જેને કંઈ પણ જોઈએ છે, ને એ મેળવવા માટે જે જે પોતાના સ્વમાન, સત્ય, શબ્દ, સંજોગો, સમજણ, સ્નેહ કે સલામતી, સચ્ચાઈ કે સ્પષ્ટતાનો સોદો કરે છે એ બધા જ ગણિકા છે કે નહીં? }
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:‘રામચરિતમાનસ’નું પંચામૃત
    Next Article
    એન્કાઉન્ટર:ભણતર ભાર વગરનું હોવું ન જોઇએ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment