Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:ઈરાનમાં મિસાઇલ ફૂટે, ભારતમાં શેર તૂટે

    6 days ago

    ચેતન પગી યુદ્ધના કારણે થોડી તકલીફ છે. - આજકાલ બજારમાં, ઓફિસમાં, પાર્કિંગમાં કે લિફ્ટમાં દિવસમાં દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત આ વાક્ય બોલવાનો રિવાજ છે. બે ઘર વચ્ચેનો ઝઘડો ભલે ગમે એવા ગંભીર કારણસર થતો હોય. બાકીના લોકો એમાંથી મનોરંજન મેળવી લે છે. આ એ જ લોકો છે જે ક્યાંક આગ લાગે ત્યારે તાપણું કરી લે છે. કંઇક આવું જ યુદ્ધનું પણ છે. યુદ્ધની અસરના નામે કોઈ પણ નિષ્ફળતાનો બચાવ કરવામાં સુગમતા રહે છે. સારું છે બાળકો છાપુ વાંચતા નથી, નહીંતર પરીક્ષામાં આવેલા ઓછા માર્ક્સ માટે પણ યુદ્ધને જવાબદાર ગણાવી દેતા. પણ યુદ્ધના કારણે જેમને ખરેખર મોકાણ આવી છે એ પ્રજા છે રોકાણકારો. મિસાઇલ ઈરાનમાં ફૂટી રહી છે અને શેર ભારતમાં તૂટી રહ્યા છે. રોકાણકારો બે પ્રકારના હોય છે. એક શેર બજારનું કરનારા અને બીજા શેર બજારનું કરી નાખનારા. આમ તો ‘કરી નાખવું’ એ વિદેશી દાર્શનિકોની ગૂઢ વાણી જેવો એવો શબ્દ પ્રયોગ છે જેની રેન્જ 10 રૂપિયાથી લઈને 10 લાખ કરોડ રૂપિયા સુધીની છે. ફલાણાએ ઢીંકણાનું કરી નાખ્યું એટલું બોલ્યા બાદ ‘શું કરી નાખ્યું’ એવું આજ સુધી કોઈએ પૂછ્યું નથી. આપણે ત્યાં કરી નાખનારાઓનો સમાજમાં વિશેષ દરજ્જો છે. પહેલાંના વખતમાં જે લોકો કરી નાખતા એમનો બહિષ્કાર થતો પણ હવે ‘કરી નાખનારા’ પોતે જ સમાજના મોવડી મંડળમાં મોભાનું સ્થાન ધરાવે છે. જોકે, સારી વાત એ છે કે શેર બજારનું કરી નાખનારા કરતાં શેર બજારનું કરનારાઓની સંખ્યા વધારે છે (ના, આમાં જરા પણ કટાક્ષ નથી). આ ‘કરનારાઓ’ને સામાન્યપણે રોકાણકાર કે ઇન્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આખું ગામ શનિ-રવિની રજાની આતુરતાથી રાહ જોતું હોય છે પણ રોકાણકાર એવી પ્રજા છે જેને આ બંને વાર જરાય ગમતા નથી. કારણ કે આ બે દિવસ માર્કેટ બંધ રહે છે. માર્કેટ બંધ હોય એ દિવસોમાં રોકાણકારો બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર આપી રહેલા દીકરાનાં મમ્મી-પપ્પાની જેમ ઉચાટમાં રહે છે. સોમવારે માર્કેટ ઊઘડે એ સાથે એમનો મુશાયરો ચાલુ થાય છે અને એક પછી એક શેર ઇર્શાદ થતા રહે છે. રોકાણકારો બિચારા ભાવના ભૂખ્યા હોય છે. જ્યાં ભાવ મળે એમનામાં એ ભળી જાય છે. એમનું ઇન્ડ્રોક્શન જરૂરી નથી. ઇન્ટ્રા-ડે એ જ એમનું ઇન્ટ્રોડક્શન છે. પણ આજકાલ સોમવાર ભારે વસમો બની રહ્યો છે. જ્યારથી ટ્રમ્પ અને એના દોસ્તાર બેન્જામિને ઈરાનમાં ધણધણાટી બોલાવી છે ત્યારથી સેન્સેક્સની હાલત નડિયાદ-અમદાવાદ વચ્ચે અપડાઉન કરતા લોકો જેવી થઈ ગઈ છે. પણ શેર બજારની અજવાળી આલમ (ટ્રેડિંગનો સમય દિવસનો હોય ને)માં ટિપ્સ આપનારાઓની જબરી બોલબાલા હોય છે. જોકે, કયા શેર ખરીદવા એની ટિપ્સ આપનારા હજારો મળી આપશે પણ રોકાણ માટેના પૈસા ક્યાંથી લાવવા એની ટિપ આપનાર વીરલો હજુ સુધી પાક્યો નથી. હા, એફ. ડી. તોડવાની કે પી. એફ. ઉપાડવાની સલાહ આપનાર જરૂર મળી આવશે (આમ પણ હવે લોકોના દિલ ઓછા અને એફ. ડી. વધારે તૂટે છે). રોકાણકાર એ વ્યક્તિ છે જે સિગારેટ નહીં પીવાની અને આઇટીસીના શેર ખરીદવાની એમ બંને સલાહ એકસાથે આપી શકે છે. તેઓ ખાતરીપૂર્વક એવું માને છે કે જ પરચૂરણથી લઈને ક્લાઇમેટ ચેન્જ સુધીની દરેક સમસ્યાનું સમાધાન સેન્સેક્સમાં છે. ‘અર્થતંત્ર ડામાડોળ છે’ એવું કોઈ દબાતા સાદે બોલવા જશે તો ઊંચકાઈ રહેલા સેન્સેક્સના આંકડા વળતા ઘા કરવામાં આવે છે. આપણે ત્યાં શેર બજાર એ જુદા પ્રકારની ‘કંપની સરકાર’ છે જેનું રાજ હજુ પણ મધ્યાહ્ને તપે છે. રોકાણકારોની દુનિયામાં ‘આઇપીઓ’ શબ્દનું અનોખું આકર્ષણ છે. ના, નામમાં ‘પીઓ’ આવે છે એટલે નહીં. આઇ. પી. ઓ.નું ખૂલવું, આઇ. પી. ઓ.નું લાગવું અને આઇ. પી. ઓ.નું લિસ્ટિંગ થવું એ રોકાણકારો માટે ત્રિવેણી ઉત્સવ છે. મુંબઈવાસીને લોકલ ટ્રેનમાં વિન્ડો સીટ મળવાથી, દિલ્હીવાસીને ટ્રાફિકજામ વગરનો રસ્તો મળવાથી અને બેંગ્લુરુવાસીને એક બાલટી પાણી મળવાથી જે આનંદ થાય એનાથી ત્રણ ગણો આનંદ રોકાણકારને આઇ. પી. ઓ. લાગવાથી થતો હોય છે. એમના માટે ઇન્વેસ્ટમેન્ટ એ જ એન્ટરટેઇનમેન્ટ છે. સારું છે ટાઇમ મશીન માત્ર કલ્પના છે. જો ટાઇમ મશીન જેવું કોઈ ઉપકરણ ખરેખર હોત તો આજે જે શેર 10 હજારના ભાવે વેચાઈ રહ્યા છે આપણો રોકાણવીર ભૂતકાળમાં જઈને ઓછા ભાવે ખરીદી લાવતો. પહેલા લોકોને શેર બજારમાં પૈસા ડૂબી જવાનો ડર લાગતો. હવે પૈસા ડુબાડવા માટેના બીજી તકો વિપુલ પ્રમાણમાં સર્જાઈ હોવાથી શેર બજારનો ડર પહેલાં જેવો નથી રહ્યો. પણ એ તો માનવું જ પડે કે મુંબઈનો દરિયો ભલે ગમે એટલો મોટો હોય પણ આ દરિયા કરતાં વધારે લોકો શેર બજારમાં ડૂબ્યાં છે. શેર બજાર અને સમુદ્ર વચ્ચે તફાવત માત્ર એટલો કે દરિયામાં ડૂબનારાને બચાવવા માટે નારંગી જેકેટ પહેરેલા લાઇફ ગાર્ડ હોય છે. }
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, સિંહ અને કન્યા જાતકોનાં માન-સન્માન વધે
    Next Article
    વિકાસની વાટે:ઓર્ગેનિક ડેવલપમેન્ટ: કુદરતી રીતે વનસ્પતિ વિકસે તેમ વિકસવું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment