Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, સિંહ અને કન્યા જાતકોનાં માન-સન્માન વધે

    6 days ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) ઉજ્જવળ તકનું નિર્માણ થાય. સુખ-સમૃદ્ધિ વધે. સંતાન તરફથી ખુશી મળશે. નોકરીના ઇન્ટરવ્યૂમાં સફળ થવાય. સરકારી કામકાજમાં આગળ વધાશે. આકસ્મિક ધનલાભ થઇ શકે. મનમાં આક્રોશ જન્મે, તેનાથી કોઈની સાથે અઘટિત વ્યવહાર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. તા. 14-15-16 સ્ફૂર્તિમય તા. 17 વેદના ઊપજે. વૃષભ (બ. વ. ઉ.) શેરમાર્કેટ, સોશિયલ મીડિયા તેમજ મનોરંજન ક્ષેત્રે કામ કરનારાઓ માટે સફળતાસૂચક સમય છે. માંગલિક પ્રસંગ આંગણે આવે. સંબંધો સુધરે. આંટીઘૂટીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ સૂઝે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધે. આર્થિક નિર્ણયો સમજી વિચારીને લેવા. માનસિક તંગદિલી ન સર્જાય તેનો ખ્યાલ રાખવો. તા.14-17-18 વાક્ સિદ્ધિ તા. 19 સંકટ. મિથુન (ક. છ. ઘ.) આત્મવિશ્વાસ વધતાં આપનું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી રીતે કાર્ય કરી શકશે. બહુમુખી પ્રતિભાનો વિકાસ થાય. સુખ-સમૃદ્ધિ વધે. વાણીમાં પ્રભાવ વર્તાય. આર્થિક રીતે લાભ થાય. રોજગારીની તક મળી રહે. કોઈ મોટી સફળતા મળે. હઠીલાં દર્દમાં રાહત મળશે. વધુ પડતા વાચાળ ન બનવું. તા. 14 હતોત્સાહ. તા. 15-16-18 અર્થપ્રાપ્તિ. કર્ક (ડ. હ.) નવી તક ઝડપી લેવી. સ્વસ્થ ચિત્તે નિર્ણય લઈ શકશો. સંતાનથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. કાર્યસ્થળે વધુ આત્મવિશ્વાસથી કામ કરી શકશો. કઠોર નિર્ણય સરળતાથી લઈ શકાશે. વ્યવહારમાં સંયમ જાળવવો. શ્વસુર પક્ષ સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. તા. 14-17-18 આત્મબળ વધે. તા. 15 તંગદિલી જણાય. સિંહ (મ. ટ.) જાહેરમાં માન-સન્માન વધે. નેતૃત્વ ક્ષમતા વધે. વેપાર ધંધામાં ખૂબ જ પ્રગતિ થાય. સ્થિર મિલકત સંબંધિત પ્રશ્નો ઉકેલાય. વાહન અને મકાન યોગ સર્જાય. જૂના દર્દનું નિદાન થાય અને તંદુરસ્તી સુધરશે. કામકાજનું ભારણ વધે. કુટુંબમાં અસંતોષ ઠારવા પ્રયત્ન કરવો. વિરક્તિ અનુભવાય. તા. 16-19-20 પ્રવાસ યોગ. તા. 18 માનસિક દ્વિધા. કન્યા (પ. ઠ. ણ.) પ્રગતિનાં નવા દ્વાર ખૂલે. કળાક્ષેત્રમાં કામ કરતા આર્ટિસ્ટનો ઉદય થાય. કાયદાકીય રીતે સફળતા મેળવી શકાશે. સામાજિક પ્રતિષ્ઠા વધે. લોક સેવક તરીકે ખ્યાતિ મેળવી શકશો. ભૌતિક સુવિધા વધે. દાંપત્યજીવનમાં અસુખ વર્તાય. વ્યાવસાયિક ભાગીદારીમાં મતભેદ ઘટાડી કામ કરવા સૂચન છે. તા.15 16 17 શત્રુ વિજય. તા.20 મનદુ:ખ. તુલા (ર. ત.) વ્યાવસાયિક દૃષ્ટિકોણ બદલાય. નવી મનગમતી પ્રવૃત્તિ માટે મોકળાશ મળે. વિઘ્નો દૂર થાય અને અટકેલાં કામો પૂર્ણ કરવા તરફ આગળ વધાય. સાર્વજનિક કાર્યમાં લોકોનો સહયોગ મળશે. ભાગીદારીથી આર્થિક ફાયદો થાય. મન વિચારોના ચગડોળે ચડે. આકસ્મિક બીમારીથી સાચવવું. તા. 16 નિરર્થકતા. તા. 18-19-20 સ્થિરતા. વૃશ્ચિક (ન. ય.) આકસ્મિક રીતે સફળતા મળે. સ્વભાવમાં તીખાશ જોવા મળે. સમય પારખીને સાવધાની રાખવી. કોઈ છેતરપિંડીનો ભોગ ન બનાય તેનું ધ્યાન રાખવું. યુવાનોની પ્રગતિ ઝડપી બનશે. ક્રોધથી બચીને રહેવું હિતાવહ છે. ચામડીની તકલીફ સતાવે. અજાણ્યા ઉપર આંધળો વિશ્વાસ ન કરવો. તા. 14-19-20 પ્રગતિ. તા. 15 નાદુરસ્તી. ધન (ભ. ધ. ફ. ઢ.) નોકરી ધંધામાં વિશેષ પરિશ્રમ આપને ફળદાયક નીવડશે. બુદ્ધિલક્ષી કાર્યમાં ખાસ સફળતા મેળવી શકશો. શેરબજારમાં જૂનાં રોકાણોમાંથી સારું વળતર મળે. ખાવા-પીવામાં કાળજી રાખવી. શાકભાજીના વેપારમાં વકરો થઇ શકે. સુષુપ્ત દર્દ વકરે નહીં તેનો ખ્યાલ રાખો. ગુપ્ત જગ્યાની બીમારી સતાવે. તા. 14-15-16 ઉત્સાહવર્ધક. તા. 17 વ્યગ્રતા. મકર (ખ. જ.) આપના કામની કદર થશે. દાંપત્યજીવનની સુખાકારી વચ્ચે ઘરેલુ ઝઘડા કંકાસ ઓછા થતા જણાય. ડોમેસ્ટિક વાયોલન્સના કોર્ટ કેસમાં સમાધાન કરવા ઇચ્છતા હોય તેમના માટે સારો સમય. રેડીમેડ કપડાં સિઝનેબલ આઈટમોના વેપારમાં ફાયદો થાય. આગળ વધવા માટે આળસનો ત્યાગ કરવો. તા. 15-16-17 ભાગ્યવર્ધક. તા. 19 આર્થિક ખેંચ. કુંભ (ગ. શ. સ.) કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. આર્થિક લેણામાં કોર્ટનો ચુકાદો તમારી તરફેણમાં આવી શકે. આરોગ્ય પ્રત્યે સચેત રહેવું. છૂપા હિતશત્રુ આપને પીઠ પાછળ ઘા કરી ન જાય તેનું ધ્યાન રાખવું. ચિંતા વધે. કાયદાકીય આર્ટીઘૂંટીમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. તા. 16 અનિદ્રા. તા. 17-19-20 ઉત્સાહપ્રેરક. મીન (દ. ચ. ઝ. થ.) દાંપત્યજીવનની મુશ્કેલીઓ દૂર થઈ સંવાદિતા અને પ્રેમ વધે. લાંબા સમયની સંતાનપ્રાપ્તિની અધૂરી ઈચ્છા પૂર્ણ થતી જણાય. વિદેશ યાત્રાની ઈચ્છા ફળે. શેર બજારમાંથી સારો એવો લાભ ઉઠાવી શકશો. જોખમી કાર્ય વિચારીને કરવું. બિનજરૂરી ગંભીરતા રાખી માનસિક ભારણ વધારવું નહીં. તા.14-19-20 સંકલ્પસિદ્ધિ તા. 18 નિરાશા.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:લખ્યું હોય તે થાય
    Next Article
    મજાતંત્ર:ઈરાનમાં મિસાઇલ ફૂટે, ભારતમાં શેર તૂટે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment