Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:લખ્યું હોય તે થાય

    6 days ago

    નાનું એવું ગામ દકાના. પાદરમાં પગ મૂકો અટલ્યે નઈ મીઠી, નઈ કડવી, નઈ ખાટી, નઈ તીખી… એવી એક સોડમ તમને ઘેરી વળે. ઈ ગંધ કાંઈ ફૂલવાડી કે આંબાવાડીની નઈ. ઈ તો દાબાની ગંધ! દાબો, અટલ્યે કે ખાતરનો દાબો! જો તમને ગામડું વહાલું હોય, તો તમને આ સોડમ ગમે જ. ગામની નેવું ટકા વસ્તી ખેડુની. એકેએક ઘરમાં ગાયું, ભેંશું ને બળદની ગમાણ્ય હોય. ગમાણ્યનાં છાણ-વાંસીદામાં છાણ ભેળાં કડબના કટકા હોય, ઓગાળ હોય… ઈ બધું વાળી- ચોળીને ફળિયાના એક ખૂણે ખાતરના દાબામાં ઠલવાય. ઈ દાબો સડે અને કાચા સોના જેવું ઈ ખાતર વાડી-ખેતરમાં નખાય ને એના કસથી સાચું સોનું પાકે. પણ ખેડવા ને વાવવા તો સાંતી ને હળ જોઈં, દંતાળ જોઈં અને એની સાટુ લવજી સુતારનો ખપ પડે. લવજી અટલ્યે ભગવાનનું માણહ. ઓછું બોલે. ધરમના ખાતાનો જીવ. ભોળિયાનાથનો ભગત. ગામલોક એને ભાવથી ભગત કહીને જ બોલાવે. વૈશાખ ઊતરતાં ને જેઠ બેહતાં લવજી ભગતની કોડ્યમાં કામનો મારો વધે. ભગત ટાણાસર બધાનું કામ પતાવે. કોઈને ધક્કો નો ખવડાવે. એક દી’ એક નવતર વાત બની. સવારના પહોરમાં લવજી ભગત કોડ્યમાં પગ મૂકે છે તો કાળજામાંથી હાયકારો નીકળી ગ્યો. લાકડાનાં છોડિયાં વચાળે એક મોટો ઝાંઝડ નાગ લોહીલુહાણ પડ્યો છે. કોડ્ય કટકે કટકે વેતરાઈ ગ્યો છે. પડખે જ લોહીવાળી કરવત પડી છે.‘હે ભગવાન ! આ કાળો કામો કોણે કર્યો હશે!’ ગામલોક ભેગું થઈ ગ્યું. ભગતનું ઘર અને કોડ્ય ભેગાં જ હતાં અને કોડ્યને માલીપાથી સાંકળ દીધેલી, અટલ્યે બહારથી તો કોઈ આવ્યું નથી! તો પછી નાગને કોણે માર્યો?’ ભગતનો માંયલો કકળે છે. વશ્યાર કરે છે: કોડ્ય મારી, કરવત મારી, અટલ્યે આ પાપ મારે માથે જ ગણાય. મનમાં ને મનમાં વલોવાય છે. જીવતરનો ભાર લાગ્યો. ત્રીજે મઈને ભગતે મોટું ગામતરું કર્યું. ધરમ રાજાની સભામાં જીવના ચોપડા ખૂલ્યા. ભગતના જીવને સરગમાં મોકલવાનો હુકમ થ્યો. ભગતનો જીવ કરગરે છે: ‘ મને નરકમાં મોકલો! હું પાપિયો છું. મેં નાગને માર્યો છે.’ ધરમ રાજાએ ચોપડો ફરી વાર જોયો. બોલ્યા: ‘ભગત ! તમારી કોડ્યમાં નાગને એનું મોત લઈ આવ્યું. ખાંગી પડેલી કરવતની કરકરિયાવાળી ધાર નાગને વાગી. નાગને કરોધ આવ્યો. કરવતને વીંટળાઈને ભીંસ દીધી, ને નાગ કપાણો. નાગના લેખ એવા હતા, આમાં તમારું કોઈ કરમ નથી. તમારો જીવ તો મુગતિનો અધિકારી છે…’ જે લખ્યું હોય તે થાય છે. } (કોડ્ય એટલે કોડ-કારીગરને કામ કરવાની જગ્યા)
    Click here to Read More
    Previous Article
    લઘુકથા:શોક
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, સિંહ અને કન્યા જાતકોનાં માન-સન્માન વધે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment