Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઘુકથા:શોક

    6 days ago

    પુષ્કરરાય જોષી હવે પ્રવીણ ઉર્ફે પવો લગ્નની વય વટાવી ચૂક્યો હતો. ખાધેપીધે સુખી કુટુંબ તોય કોઈ દીકરી દેવા રાજી ન હતું. પવો ખૂબ હતાશ થઈ ગયો હતો. તેના દોસ્તદારો પરણીને પપ્પા બની ગયા હતા. તેનો એક મિત્ર રંગીલો હતો. તે પવાની મૂંઝવણ દૂર કરવા એક સ્થળે લઈ ગયો. ત્યાં તમામ પ્રકારના લોકો કામતૃપ્તિ કાજે આવતા, રૂપ અને દામ મુજબ યુવતીઓની અને સારી ગૃહિણીઓની પણ સુવિધા પૂરી પાડવામાં આવતી. પવાને આલ્બમ આપવામાં આવ્યું. તેના મિત્રે સૂચવ્યું, ‘ગૃહિણીના ફોટા જો, તેમાં તને મજા પડશે.’ પવો આલ્બમ જોતો હતો. તેનો મિત્ર સિગારેટ પીવા ગયો. એક ફોટો જોઈ તેની આંખે અંધારા આવી ગયા. તેણે આલ્બમ બંધ કરી મિત્રને કહ્યું, ‘આજે તબિયત ઠીક નથી, ફરી કોઈવાર આવશું.’ પવાને નોકરીમાં બહારના એક માટે આખો દિવસ આપવામાં આવ્યો. પવાનું કામ એક કલાકમાં પતી ગયું. તે ઘરે આવ્યો. તેની મમ્મી સજીધજીને બહાર જવાની તૈયારીમાં જ હતી. ‘કેમ બેટા આજે અચાનક વહેલો આવી ગયો?’ મમ્મીએ પૂછ્યું. ‘આજે તબિયત ઠીક નથી, પેટમાં દુઃખે છે, રજા લઈ આરામ કરવા આવી ગયો.’ પવાએ સ્પષ્ટતા કરી. ‘બેટા,આરામ કર. હું સુનિતાને ઘરે જાઉં છું. છ વાગ્યે આવી જઈશ.’ મમ્મીએ એમ કહી પવાને ચાવી આપી. પવાએ કહ્યું, ‘સારું મમ્મી તમે નિરાંતે આવજો. હું તો હમણાં બારણું બંધ કરી સૂઈ જાઉં છું.’ મમ્મી જેવી નીચે ઊતરી તેવો જ પવાએ રિક્ષામાં તેનો પીછો કર્યો.મમ્મી એ જ બિલ્ડિંગમાં ગઈ, જ્યાં તેનો મિત્ર તેને લઈ ગયો હતો. }
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:આત્મખોજની દીવાદાંડી : ‘સિદ્ધાર્થ’
    Next Article
    દેશી ઓઠાં:લખ્યું હોય તે થાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment