Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:જીવતી નાટકકંપનીને દૂરથી જ સલામ

    1 week ago

    ડો. જયેશ વાછાણી ઘટનાઓ ઘણું કહી જાય; અનુભવ ઘણું સમજાવી જાય. દિવસો, મહિનાઓ, વર્ષો બદલાય એમ માણસ પણ બદલાય! અનુભવની સાથે આત્મચિંતન કરીએ તો ઘણા ઓળખાય જાય. કાચિંડાની સાથે હરીફાઈ કરતા હોય એમ ઘણા જરૂરિયાત મુજબ રંગ બદલે! જ્યાં લાભ દેખાય ત્યાં ‘કેમ છો’ કરે અને જેની જરૂરિયાત પૂરી થાય તેને ‘કોણ છો’ કહે! પૈસા, નામ કે સત્તા હોય એને હરખપદુડા થઈ મોટા કરે અને કોઈ નહોતું ત્યારે સાથે રહયાં હોય એને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લે! આવા લોકોનું તમે ગમે તેટલું રાખશો એ તમારા માટે ક્યારેય છલકાશે નહીં. કારણ એમના દિલમાં તિરાડ હશે, જ્યાંથી તમારી બધી લાગણી ઢોળાઈ જશે! હા જો યાદ આવ્યું, આવા લોકોને ઓળખવા મલયાલમ મૂવી ‘આટ્મ’ જોજો. ‘આટ્મ’ નો મતલબ થાય નાટક. મૂવીમાં એક નાટક મંડળીની વાત છે. મંડળીમાં બારેક પુરુષો અને એક સ્ત્રી કલાકાર અંજલિ છે. બધા એકવાર ફરવા જાય છે ત્યાંથી મંડળીમાં નવો નવો એડ થયેલો હરિ, અચાનક ભાગી જાય છે. અંજલિ એવું કહે છે કે હરિએ એમને રાત્રે અટકચાળો કરેલો. બાકીના બધા ભેગા થઈ, આ બાબતે પોતપોતાનો અભિપ્રાય આપે છે. ઇગો, ઈર્ષા, સ્વાર્થ, લોભ, લાલચ, સ્પર્ધા, સરખામણીથી માણસનું વર્તન, વાતચીત, વ્યવહાર કેટકેટલું બદલાતું હોય એનો અરીસો આ મૂવી છે. એકલાં કંઈક કહે ને બધા હોય ત્યારે બીજું. એક ને બીજાની વાત કરે ને બીજાને પેલાની. એકને સ્વાર્થથી ભેગો રાખે તો બીજાને ઈર્ષાથી દૂર. લાભ માટે કે એકબીજાને પાડી દેવા ઘણાખરા ખોટું બોલવા પણ તૈયાર થઈ જાય છે. ખુદ અંજલિનું તેમજ એના પ્રેમીનું સ્ટેટમેન્ટ પણ આમથી તેમ બદલાતું રહે છે. બધાની મેલી મુરાદ એક યા બીજી રીતે બહાર આવે છે. બધાનો દંભ દેખાઇ જાય છે. છેલ્લે, કોને અટકચાળો કરેલો એની ખબર પડે છે ત્યારે અંજલિ એનું નામ પણ જાણવા નથી ઇચ્છતી કારણ સૌ ઓળખાઇ ગયા હોય છે! પરિવાર, પાડોશ, ગ્રૂપ કે સમાજમાં નજર નાખશો તો આવી ઘણી જીવતીજાગતી નાટકકંપની દેખાશે, જે પોતાની જરૂરિયાત મુજબનો રોલ ભજવતા-બદલાતા હશે! અનુભવ થશે ત્યારે એ ઓળખાશે. સૌને ઓળખાણ વધારવી છે પણ કોઈને ઓળખાઇ જવું નથી! આવાવોથી બચવું થોડું અઘરું છે પણ એકવાર ઓળખાય જાય પછી, એમની વચ્ચે રહીને પણ આપણે જ સમજવું પડે. એમના નાટકવેડા જોઈ, મૂછમાં હસી, સાક્ષીભાવે, એમને દૂરથી જ સલામ કરી, આગળ નીકળી જવામાં માલ છે. વિચારજો. }
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:વાસ્તવિકતા અને સાત્વિકતા…
    Next Article
    મરક મરક:‘હું તમારો વધુ સમય નહીં લઉં…’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment