Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:‘હું તમારો વધુ સમય નહીં લઉં…’

    6 days ago

    ધ્રુવ બોરીસાગર રાજકીય, ધાર્મિક, જ્ઞાતિ કે કોઈના સન્માનના કાર્યક્રમમાં વક્તાનો વિષય (વખાણ) અને શ્રોતા – બધું ફિક્સ હોય છે, પરંતુ વક્તાઓની રજૂઆત અલગ અલગ હોય છે, એની આજે વાત... (કપાસિયા તેલ ખાઈને આવેલા વક્તા ભાંભરે અને શ્રોતા સાંભરે – ‘ળ’ની જગ્યાએ ‘ર’ બોલાય તો લખાય પણ!) વિષય ગ્લૉબલ વૉર્મિંગનો હોય કે બાળકોમાં સંસ્કારસિંચનનો હોય, પણ અમુક વક્તાઓ વિષયના અનુસંધાન હડપ્પા સંસ્કૃતિને કે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે છે એવું સાબિત કરવા ક્યારેક 1857ના વિપ્લવને પણ આ વિષય સાથે જોડી દે! તો ક્યારેક આ વક્તાઓ ‘પાણી બચાવવાના ઉપાય’ વિષય પરથી ‘લગ્નજીવન બચાવવાના ઉપાય’ પર ક્યારે પહોંચી જાય એની ગંધ પણ શ્રોતાઓને આવવા દેતા નથી! સૌથી જોખમી વક્તા એ છે જે શરૂઆત આ રીતે કરે છે – ‘હું તમારો વધુ સમય નહીં લઉં, બસ મને આપેલી સમયમર્યાદામાં મારું વક્તવ્ય પૂરું કરવાનો નમ્ર પ્રયત્ન કરીશ.’ પછી પોતાના વક્તવ્યમાં વારેઘડીએ ‘મને બીજી એક વાત યાદ આવી’ એમ કહીને બાવીસ વાતો કહી દીધા પછી પણ વિવેક કરવાનું ચૂકતા નથી ‘તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું!’ વધુ પડતા ગણેલા વક્તાઓ (ગણેલા હોય છે એ વધુ ભણેલા હોતા નથી – એવી સામાન્ય છાપ છે!) ભાષણના મુદ્દાઓ લખીને લાવવાને બદલે ગોખીને આવે, પછી જેમ જેમ મુદ્દા યાદ આવે એમ એમ ભાષણનો વિષય આમથી તેમ રીતસર ફંગોળાય, પછી વિષયના અનુસંધાન મેળવવા વક્તા ફાંફાં મારી થાકે અને શ્રોતાઓ હાંફે જાય છે! વિષય ગમે તે હોય પણ, અમુક વક્તા વિષયને શોકમગ્ન કરવાનું અને શ્રોતાઓને શોકાતુર કરવાનું ચૂકતા નથી! ગમે તેમ કરીને આ વક્તા વિષયની દિશા બદલીને ‘માણસ કઈ દિશામાં દોડ્યો છે અને એની શી દશા થશે?’ એ વાત લઈ આવે છે. વક્તાને શ્રોતાઓના થનારા શોક અને લાગનારા શૉકની પડી હોતી નથી! આ વક્તાઓ જન્મ વખતે રડ્યા પછી મોટા થયા છતાં રડવાનું ભૂલ્યા નથી, ઊલટું, રોદણાં રોવાનું ચાલુ કર્યું છે! સેલ્ફીના જમાનામાં અમુક વક્તા વિષયને સેલ્ફી બનાવી પોતે કેવા કપરા અને ગરીબીના દિવસોમાંથી અહીં સુધી પહોંચ્યા એની વાત વચ્ચે વચ્ચે એટલે કે વારંવાર લઈ આવે. મેડિટેશન અને મોટિવેશન વચ્ચેનો ભેદ આ ભેદી વક્તાઓ જાણતા હોવા છતાં ભોળા બનતા હોય છે! કોઈ વ્યક્તિના સન્માનના કાર્યક્રમમાં આ વક્તાઓને બોલાવવા જોખમી હોય છે. ઘણા વક્તા ધીમે ધીમે ઊઘડે... પણ ત્યાં સુધીમાં શ્રોતાની ઊઘડેલી આંખ બંધ થવા માંડે! ઊંઘ ચડવાનું બીજું કારણ એ પણ ખરું કે રજૂઆત પણ એટલી ધીમી, મધુર અને સૂરીલા અવાજમાં હોય કે શ્રોતાઓ પર વક્તવ્યની જાદુઈ અસર થાય! ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીના જમાનામાં ટેસ્ટ પ્લેયર જેવા વક્તા બોરિંગ હોય છે. વિષયને એટલો મલાવે, એટલો મલાવે કે મૂળ કયા વિષય પર ભાષણ હતું એ જ ખ્યાલ ન આવે! પોતાની વિદ્વત્તામાંથી બહાર આવી ન શકે એવા વક્તા એવું અઘરું અઘરું બોલે કે કોઈ બીજા ગ્રહ પરથી આવીને ભાષણ કરતા હોય એવું લાગે! સામેવાળા પર વીતવા વિશે વિચાર આ વક્તાઓ કરતા હોતા નથી. શ્રોતાઓના કાન પણ પોતાના માલિકને સાથ આપવાના કર્તવ્યભાવથી વક્તાને સાંભળે છે! કેટલાક વક્તાઓ ભટકતા આત્માઓ જેવા હોય છે, જે માંડ મળેલા માઇકને વળગી જાય છે, તો કેટલાક વક્તાઓને માઇકમાં જાણે પત્નીનો ચહેરો દેખાતો હોય એમ માઇકથી બીતા હોય એમ એનાથી મોં દૂર રાખીને બોલે! વક્તાની જીભ પર મા સરસ્વતીનો વાસ તો હોય જ છે, પણ હવે સાથે સાથે મા લક્ષ્મીનો વાસ પણ (કવરમાં રહેલી ફૂલ નહીં તો ફૂલની પાંખડી) વક્તા માટે એટલી જ અગત્યની છે! દાદ આપવા તાળી પડે તો ક્યારેક વક્તાને બેસાડવા પણ તાળીઓ પડતી હોય છે. તાળીઓના ગડગડાટ અને શ્રોતાઓના ગણગણાટ વચ્ચેની પાતળી ભેદરેખાની દરેક વક્તાના જીભને કે કાનને અસર થતી હોતી નથી! પોતાનું વક્તવ્ય પૂરું થયા પછી ‘કેવું રહ્યું?’ પૂછ્યા વિના વક્તાથી રહેવાતું નથી. ભીખ માગીને પણ પોતાનાં વખાણ સાંભળવાં સૌ કોઈને ગમે છે. આઇસ ક્યૂબ: વક્તવ્ય દ્વારા બીજાના કાન(જી)ને ઈજા પહોંચાડી વક્તાની હિંસાવૃત્તિને પોષણ મળે છે અને શ્રોતાઓને પોતાના ગયા જન્મનાં પાપ ધોવાની તક મળે છે! }- રતિલાલ બોરીસાગર
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:જીવતી નાટકકંપનીને દૂરથી જ સલામ
    Next Article
    શબ્દસૌંદર્ય:સાહેબ એટલે પ્રતિષ્ઠિત પુરુષ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment