Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:વાસ્તવિકતા અને સાત્વિકતા…

    1 week ago

    રોજની ભીષણ યાતનામાંથી ક્ષણ તો મળે હસવા જેવી કોઈની ખબર પૂછવા જેવી, કોઈને હૃદય વસવા જેવી કોઈ જો પૂછે પ્રેમનો મરમ સાવ કોરાકટ આપણે છીએ કોઈ જો પૂછે સુખનો ભરમ સાવ સૂકા ઠઠ આપણે છીએ આપણામાં જે આપણાપણું ક્ષણ તો મળે માણવા જેવી એક ઘડીની હોયને ભલે જિંદગી મળે માણવા જેવી પૂછવા જેવું હોય ના કશું તોય પળોજણ પૂછવા કેરી લૂછવા આંસુ હોય ના એકે તોય વિમાસણ લૂછવા કેરી સાવ સૂકી ભઠ ધરતી માથે લ્હેર તો મળે સૂંઘવા જેવી પાંખમાં ભરી પોઢી જવું ક્ષણ જો મળે ઊંઘવા જેવી વિષનું વેતર વધતું ચાલ્યું આપણે જીવ્યા આપણા જેવું ક્યારેક શીળા છાંયડા જેવું ક્યારેક તીખાં તાપણા જેવું તાલ મળે તો તાગી લઇએ આપણામાં છે જીવવા જેવું ઝૂરીએ એમાં ઝૂરવા જેવું, ઝીલીએ એમાં ઝીલવા જેવું - સુરેન ઠાકર ‘મેહુલ’ ચોવીસ કલાક નહીં. એક મિનિટ પણ નહીં. સેકંડનો પણ ઝબકાર. માત્ર ક્ષણ. કવિ કહે છે બધી જ યાતનાઓને સ્વીકારવા તૈયાર છું પણ, હસવા જેવી એકાદ પળ મળી જાય. એ પળમાં અને એ પળને હસાવવા માટે કવિને શું કરવું છે ? આસપાસના પરિચિત કે અપરિચિતની ખબર પૂછવી છે. કોઈને હૃદય વસી જવું છે. આપણને અજાણ્યો લાગતો માણસ આપણી જાણીતી દુનિયાનો જ રહેવાસી છે. ક્ષણમાં જીવે એ જ સદીઓને જિવાડી શકે. પળમાં પરોવાઈ જતાં આવડે તો આપણો પ્રાણ પણ પાનબાઈ જ છે. આપણા ઘટમાં પણ ગંગાસતી જ છે. પ્રેમ લીલોછમ હોય છે પણ, પ્રેમનો મરમ જાણવા બેસીશું તો સૂકાં તણખલાં જ હાથ લાગવાના! સુખની રાહ જોવી એ તો ભ્રમમાં જીવવા જેવી વાત છે. જે ‘આપણાપણું’ છે એને સમજીશું તો બહારના તાપ- સંતાપ સુકાઈ જવાના જ. એક ઘડી પણ આખા આયખાનો ઘાટ ઘડી શકે છે. ‘આપણાપણું’ એટલે આપણો પોતે જ પોતાની સાથે કરેલો સ્વ- સંવાદ. બધાને સાંભળનારા અને સાંભળીને ન સાંભળ્યાનું આશ્ચર્ય પામનારા આપણે આપણી જાતને જ સિરિયસલી ક્યારે લઈશું ? કવિતા બધાને માટે હોય છે પણ એનો અર્થ દરેક વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોય છે એમ દરેકના પોતાનાપણા સાથે વાત કરે છે. ઘણીવાર તો કશું જ પૂછવા જેવું નથી હોતું છતાં પણ સામેવાળાનું માન રાખવા ‘કેમ છો !’- કહેવું પડે છે. આંસુ ન આવ્યું હોય તો પણ આંખો લૂછવી પડે છે. તાપથી તપેલી સાવ સૂકી ધરતી પર એકાદ લહેરખીનો રજવાડી ઠાઠ ACની બંધ ગાડીઓમાં ગૂંગળાઈ નથી ગયો ? પાંખ ઊડે એટલું જ આભ હોય છે, પંખીને મન. બીજું બધું તો ઊડવાની આસપાસની ખાલી જગા જ હોય છે. ઝેરનું વાવેતર રોજ વીઘામાં સો ઘણું વધે છે. આપણે આપણામાં જીવી નથી શકતા એની ઘટ પડે છે! ‘જીવવું’ ક્યારેક છાંયડા જેવું શીતળ અને ક્યારેક તાપણા જેવું તીખું. લાકડાના બળવાનો તડતડ અવાજ સંભળાય એવું એ તડતડના તાલમાં પણ જીવવાનો સૂર મેળવતા આવડે તો ઘડી એ ઘડી ન્યાલ થવાની મોજ જ છે. ઝૂરવામાં ઝીલવું અને ઝીલવામાં શરણાગતિ હશે તો ફરિયાદ ઓછી અને આનંદ વધારે આવશે. સુરેન ઠાકર ‘મેહુલ’ ભૂલી જવાય એવા કવિ તો નથી જ. એમના સંચાલનનો યજ્ઞ આજે પણ અનેકના હૃદયની આહુતિ બન્યો છે. આખી કવિતામાં આંખ સામે જિવાતી વાસ્તવિક્તામાંથી કવિ આપણને જ રસ્તો શોધીને મંજિલ ઉપર ભેટે છે. }
    Click here to Read More
    Previous Article
    મનદર્પણ,પ્રકરણ-3:ગુરુની શોધમાં લાગી જવાનું આશુતોષે મનોમન નક્કી કર્યું પરંતુ તેને સુનયના ગુરુના આસન પર બેઠી હોય તેવું લાગ્‍યું
    Next Article
    થેન્ક યૂ:જીવતી નાટકકંપનીને દૂરથી જ સલામ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment