Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટે વળતર ચૂકવવા હુકમ કર્યો‎:વીમા કંપનીઓ લાયસન્સ રિન્યુ ન હોવાનું બહાનું બતાવી ચાલકનો ક્લેમ રિજેક્ટ કરી શકે નહીં : કોર્ટ

    6 days ago

    અકસ્માત સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ ન થયું હોય તો વીમા કંપનીઓ ક્લેમ નામંજૂર કરી દેતી હોય છે, પરંતુ પાટણની મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલે વાહનચાલકોના હિતમાં એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે વીમા કંપનીની ટેકનિકલ દલીલોને નકારીને સ્પષ્ટ કર્યું છે કે માત્ર લાઇસન્સ રિન્યુ ન હોવાના બહાને વળતર ચૂકવવામાંથી મુક્તિ મળી શકે નહીં તેવા તારણ સાથે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.જેના પગલે અકસ્માતમાં માત્ર કારના નુકસાનનો કેસ કરવા ગયેલા નિવૃત્ત એન્જિનિયરને ઇજાઓ અને માનસિક આઘાત સહિત બંને કેસમાં થઈને કુલ રૂ. 8.51 લાખનું વળતર મળ્યું છે. પાટણના હાંસાપુર વિસ્તારમાં રહેતા અને માર્ગ-મકાન વિભાગના નિવૃત્ત એન્જિનિયર સુભાષભાઈ જેઠાભાઈ પરમાર વર્ષ 2018માં પોતાના પરિવાર સાથે કારમાં અમદાવાદ ખાતે દીકરાના લગ્નની કંકોતરી આપવા જઈ રહ્યા હતા.આ દરમિયાન નંદાસણ-છત્રાલ રોડ પર એક લક્ઝરી બસે તેમની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો અને સુભાષભાઈને જમણા હાથે ફ્રેક્ચર સહિત આખા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેમણે ક્લેમ કર્યો ત્યારે વીમા કંપનીએ ''લાઇસન્સ રિન્યુ ન હોવાનું'' કારણ આગળ ધરીને હાથ ઊંચા કરી દીધા હતા. સુભાષભાઈએ માત્ર કારના સમારકામ માટે કાનૂની લડત શરૂ કરી હતી, પરંતુ એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદીએ તેમને કાનૂની જોગવાઈઓ સમજાવી શારીરિક ઈજાઓનો પણ બીજો દાવો દાખલ કરવા સલાહ આપી હતી. પાટણ ટ્રિબ્યુનલના મુખ્ય જજ પીએચ. શેઠ સમક્ષ આ બંને કેસ એકસાથે ચાલવા ઉપર આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડ્રિલિંગથી કેબલમાં ભંગાણ, 3 કલાકે વીજ પુરવઠો પૂર્વવત:ONGC નજીક ગેસ લાઈન તૂટતાં સમી સાંજે 1 હજારથી વધુ ઘરોમાં પુરવઠો ઠપ,લોકોને બહારનું જમવાની નોબત આવી
    Next Article
    સાયબર‎ક્રાઈમ પોલીસે પર્દાફાશ:હારિજ કરોડોના સાયબર સ્કેમમાં 14 આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment