Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ:14 માંગણીઓ ન સ્વીકારાતાં ગ્રામ્ય કક્ષાએ કામકાજ ઠપ થયું

    1 day ago

    ગુજરાતમાં 14 જેટલી વિવિધ માંગણીઓ ન સ્વીકારાતા રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી દીધી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આ આંદોલનને કારણે ગ્રામ્ય સ્તરથી લઈને તાલુકા કક્ષા સુધી સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. અગાઉ આપેલી ખાતરીનો અમલ ન થતાં કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે, જેના કારણે સામાન્ય જનતા અને અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકારે ખાતરી આપ્યા બાદ પણ પ્રશ્નો ન ઉકેલાયા રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ અગાઉ 31 ઓગસ્ટ 2026ના રોજ પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું હતું. સરકારે તે સમયે 7 દિવસની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જોકે એક મહિનાથી વધુ સમય વીતી જવા છતાં સરકારે કોઈ યોગ્ય નિર્ણય ન લેતાં કર્મચારીઓમાં ભારે નિરાશા અને આક્રોશ વ્યાપી ગયો હતો. આખરે પોતાની માંગણીઓ સંતોષાય તે માટે કર્મચારી મહામંડળે અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ અને ભથ્થામાં વધારો કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તલાટીઓના જોબચાર્ટમાંથી બિનજરૂરી કામગીરીઓ દૂર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2012ના નાયબ મામલતદારોની સિનિયોરીટી ઝડપથી નક્કી કરવા અને જિલ્લા ફેરબદલી માટે NOC પ્રથા નાબૂદ કરવાની માંગ કરાઈ છે. બઢતી મેળવેલા કર્મચારીઓને તેમના મૂળ જિલ્લામાં પરત લાવવા તથા PTA ભથ્થું વધારીને ₹10,000 અને ₹3,000 કરવાની માંગણી સાથે કર્મચારીઓ અડગ બન્યા છે. સુવિધાઓનો અભાવ અને કામગીરીનું ભારે દબાણ મહેસૂલ વિભાગના અવાસ્તવિક નિર્ણયો સામે કર્મચારીઓ ભારે વિરોધ દર્શાવી રહ્યા છે. જમીન દફ્તર નિરીક્ષક અને મામલતદાર કચેરીઓમાં સ્ટાફની ભારે અછત પ્રવર્તી રહી છે. ગ્રામ્ય કક્ષાએ તલાટીઓને બેસવા માટે પૂરતી જગ્યા કે મહત્વના રેકોર્ડ સાચવવાની યોગ્ય વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. આટલી મર્યાદાઓ વચ્ચે પણ કર્મચારીઓ પર કામગીરીનું અસહ્ય દબાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. જનસેવા કેન્દ્રો ઠપ થતાં સામાન્ય અરજદારો અટવાયા અનિશ્ચિત મુદતની હડતાળના કારણે રાજ્યની તમામ મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો અને ગ્રામ પંચાયત સ્તરે તમામ કામકાજ ઠપ થઈ ગયા છે. આ સ્થિતિને કારણે દાખલાઓ, જમીન સંબંધિત દસ્તાવેજો અને અન્ય કામગીરી માટે આવતા સામાન્ય અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રમાં સર્જાયેલી આ કટોકટી નિવારવા માટે સરકાર આવનારા દિવસોમાં શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીના જન્મના 15 મહિના પછી કિયારા-સિદ્ધાર્થે ફરી આપ્યા ‘GOOD NEWS’:દીકરીનો ફોટો પોસ્ટ કરી જાણકારી આપી, લખ્યું- ફરી એકવાર જીવનની મોટી ભેટ મળવાની છે
    Next Article
    પરીક્ષામાં નિષ્ફળતા મળતા યુવતીએ કર્યો આપઘાત.:જુનાગઢના માંડણપરા ગામે બાયોલોજીનો અભ્યાસ કરતી વીસ વર્ષીય યુવતીએ એટીકેટી આવવાથી લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment