Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષામાં નિષ્ફળતા મળતા યુવતીએ કર્યો આપઘાત.:જુનાગઢના માંડણપરા ગામે બાયોલોજીનો અભ્યાસ કરતી વીસ વર્ષીય યુવતીએ એટીકેટી આવવાથી લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું.

    1 day ago

    ​જુનાગઢ તાલુકાના માંડણપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બાયોલોજી વિષયમાં અભ્યાસ કરતી અને ડોક્ટર બનવાનું સપ્નું સેવતી 20 વર્ષીય યુવતીએ પરીક્ષાના પરિણામમાં કેટી આવવાના કારણે લાગી આવવાથી પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. આ ગંભીર બનાવ બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને યુવતીને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે તેનું દુઃખદ અવસાન થયું હતું. ​આ દુર્ઘટના અંગે મૃતક દીકરીના પિતા મનસુખભાઈ મકવાણાએ ભારે દુઃખ સાથે જણાવ્યું હતું કે મારી દીકરી બી.એસી. બાયોલોજીમાં અભ્યાસ કરતી હતી અને તે ભણવામાં ખૂબ જ સારી મહેનત કરતી હતી. ખૂબ જ મહેનત કરવા છતાં તેને પરિણામોમાં નિષ્ફળતા મળતા અને વારંવાર કેટી આવતા તેણે પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. પિતાએ વધુમાં ભાવુક થઈને અપીલ કરતા જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં આવા નબળા અને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને સરકાર તરફથી પૂરતું પ્રોત્સાહન કે સહાય મળે તેવી અમારી નમ્ર વિનંતી છે. ​આ ગંભીર બનાવની જાણ થતાં જ બિલખા પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે અકુદરતી મોત અંગેની નોંધ કરી કાયદેસરની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મા่น પ્રકરણમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને અન્ય તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ:14 માંગણીઓ ન સ્વીકારાતાં ગ્રામ્ય કક્ષાએ કામકાજ ઠપ થયું
    Next Article
    The Relentless 45-Minute Fight By Dentist To Save flydubai's Hero Pilot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment