Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રિલિંગથી કેબલમાં ભંગાણ, 3 કલાકે વીજ પુરવઠો પૂર્વવત:ONGC નજીક ગેસ લાઈન તૂટતાં સમી સાંજે 1 હજારથી વધુ ઘરોમાં પુરવઠો ઠપ,લોકોને બહારનું જમવાની નોબત આવી

    6 days ago

    શહેરના ઓએનજીસી નજીક વીજ કંપનીએ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ કર્યું હતું. જે ભંગાણને કારણે 3 કલાક સુધી પ્રતાપનગર બ્રિજથી ડેરી ત્રણ રસ્તા સુધીનાં 1 હજાર જેટલાં મકાનોમાં ગેસ પુરવઠો આપી શકાયો ન હતો. ગેસ ન મળવાથી લોકોએ બહારથી જમવાનું લાવવું પડ્યું હતું. બીજી તરફ ગેસ વિભાગે વીજ કંપનીને પેનલ્ટી ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. ઓએનજીસી નજીક વીજીએલની મુખ્ય પાઇપ લાઇનમાં મોટું ભંગાણ પડવાની ગંભીર ઘટના સામે આવી છે. સાંજે 5.15 વાગે કેબલ લાઇન માટે ચાલી રહેલી ડ્રિલિંગની કામગીરી દરમિયાન 90 એમએમ વ્યાસ ધરાવતી ગેસ લાઇન તોડી નાખી હતી. સાંજના સમયે જ ગેસ લાઇન કપાતાં પ્રતાપનગર બ્રિજથી શરૂ કરીને ડેરી ત્રણ રસ્તા સુધીની અસંખ્ય સોસાયટીઓનાં અંદાજે 1 હજાર જેટલાં ઘરોમાં ગેસ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સાંજે રાંધવાના સમયે જ ઘટના બની હોવાથી હજારો ગૃહિણીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ગેસ પુરવઠો ન મળવાને કારણે ઘરોમાં રસોઈ બની શકી ન હતી, જેને લીધે રહીશોને બહારથી જમવાનું લાવવું પડ્યું હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાડામાં પાણી ભરાતાં રિપેરિંગ કામગીરીમાં પણ વિલંબ થયો ઓએનજીસી પાસે વીજ કંપની દ્વારા ગેસ લાઇનમાં ભંગાણ થયું હોવાની જાણ થતાં જ વીજીએલની ટેક્નિકલ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે ખોદકામ કરાયેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હોવાથી પરિસ્થિતિ વધુ પડકારજનક બની હતી. આખરે પાણીનો નિકાલ કરવામાં આવ્યા બાદ ગેસ લાઇનનું સમારકામ શરૂ કરાયું હતું. અંદાજે 3 કલાક સુધી કામગીરી કરવામાં આવ્યા બાદ ગેસ પુરવઠો પૂર્વવત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Stand-up comedy show controversy: MBBS student sent on forced leave
    Next Article
    કોર્ટે વળતર ચૂકવવા હુકમ કર્યો‎:વીમા કંપનીઓ લાયસન્સ રિન્યુ ન હોવાનું બહાનું બતાવી ચાલકનો ક્લેમ રિજેક્ટ કરી શકે નહીં : કોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment