Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી નદીમાં રેતી કાઢતી વખતે યુવાનનું મોત:હોડીનો પાઈપ ખોલવા નદીમાં ઉતર્યો, પાણીના વહેણમાં ગરકાવ; મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    1 day ago

    તાપી જિલ્લાના કુકરમુંડા નજીક તાપી નદીમાં રેતી કાઢતી વખતે એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. આ ઘટનાએ રેતીમાલિકો દ્વારા સુરક્ષા સાધનોના અભાવ અને બેદરકારીનો મુદ્દો ફરી ઉઠાવ્યો છે. મૃતક યુવાનની ઓળખ ડોડુવા ગામના યોગેશ પાડવી તરીકે થઈ છે. તે રેતી કાઢવા માટે વપરાતી હોડી (ડૉંગી)નો પાઇપ ખોલવા નદીમાં ઉતર્યો હતો. આ દરમિયાન તે અચાનક પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી. કુકરમુંડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ યોગેશ પાડવીનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રેતીના માલિક દ્વારા કામદારોની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા. લાઈફ જેકેટ, સુરક્ષા દોરડા કે અન્ય તરણ સાધનોના અભાવે યોગેશ પાણીમાંથી બહાર નીકળી શક્યો નહીં. કુકરમુંડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જયેશ રાદડિયાની રેલવે ટ્રેક પર બેસી ટ્રેન રોકવાની ચીમકી:રાજકોટના જેતલસર રેલવે સ્ટેશન પરથી બ્રેક ડાઉન સહિતની કામગીરી અન્ય ખસેડાતા રેલવે અધિકારીઓનો ઉધડો લીધો
    Next Article
    રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો:માલીયાસણ અબે જીયાણામાં સરપ્રાઈઝ વિઝિટ કરી પંચાયત રેકોર્ડની ચકાસણી કરી, ગ્રામજનોનાં પ્રશ્નો સાંભળ્યા, રોગચાળો અટકાવવા પગલાં લેવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment