Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો:માલીયાસણ અબે જીયાણામાં સરપ્રાઈઝ વિઝિટ કરી પંચાયત રેકોર્ડની ચકાસણી કરી, ગ્રામજનોનાં પ્રશ્નો સાંભળ્યા, રોગચાળો અટકાવવા પગલાં લેવા આદેશ

    एक दिन पहले

    રાજકોટ જીલ્લા કલેકટર ઓમપ્રકાશએ આજે તાલુકાના માલીયાસણ અને જીયાણા ગામની ઓચીંતી મુલાકાત લીધી હતી. કલેકટર દ્વારા આ બંને ગામમાં પંચાયતના વહીવટનું સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતા કર્મચારીમાં દોડધામ મચી જવા પામી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ પંચાયતના દૈનિક વહીવટ તેમજ સરકારી યોજનાઓના અમલીકરણના દસ્તાવેજો અને રેકોર્ડ સહિતની બાબતોની ઝીણવટભરી ચકાસણી કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અને વહીવટી કામગીરીમાં કોઈ ખામી ન રહે તે માટે તેઓએ તલાટી કમ મંત્રીને જરૂરી સુચનાઓ આપી હતી. આ ઉપરાંત કલેકટર ઓમપ્રકાશએ માલીયાસણ અને જીયાણા ગામમાં આવેલી સરકારી પ્રાથમીક શાળા, આરોગ્ય કેન્દ્ર, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ગામની સ્વચ્છતાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ચોમાસાને લક્ષમાં લઈ રોગચાળો ન ફેલાય તેમજ ગ્રામજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે તેઓએ અસરકારક કામગીરી કરવા માટે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ ગ્રામજનોને રૂબરૂ મળીને રસ્તા, પાણી અને સરકારી સહાય અંગેના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી તેમજ તેના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને આદેશ આપ્યા હતા. રાજકોટ જિલ્લાની કુલ 50 આરોગ્ય સંસ્થાએ રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવ્યું રાજકોટ જિલ્લામાં નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના પ્રયાસોને રાષ્ટ્રીય ઓળખ મળી છે. જિલ્લાની કુલ 50 આરોગ્ય સંસ્થાઓએ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ અંતર્ગત રાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. જેમાં 35 આયુષ્માન આરોગ્ય મંદિર અને 15 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર. આર. ફુલમાળીએ આ ઉત્કૃષ્ટ ટીમવર્ક અને સિદ્ધિ બદલ સમગ્ર આરોગ્ય વિભાગ, મેડિકલ ઓફિસર્સ તેમજ સ્થાનિક કર્મચારીઓને બિરદાવ્યા છે. હાલમાં જિલ્લાની અન્ય 13 આરોગ્ય સંસ્થાઓના મૂલ્યાંકનના પરિણામો બાકી છે, જ્યારે આગામી મહિનામાં વધુ 30 સંસ્થાઓના રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય 80 આરોગ્ય સંસ્થાઓ પણ રાષ્ટ્રીય મૂલ્યાંકનની તારીખની રાહ જોઈ રહી છે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ રાજકોટ જિલ્લો ખૂબ જ ઝડપથી 100 રાષ્ટ્રીય પ્રમાણિત આરોગ્ય સંસ્થાઓનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર કરીને સેન્ચુરી તરફ આગળ વધશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત: ડિફેન્સ અને એરોસ્પેસ પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવા માંગ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ ડિફેન્સ અને એરોસ્પેસ પોલિસીની પુનઃ રચના કરી તેને તાત્કાલિક અમલમાં મૂકવા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની ડિફેન્સ અને એરોસ્પેસ પોલિસી 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ત્યારથી આજ દિન સુધી નવી પોલિસી અંગે કોઈ નિર્ણય ન લેવાતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ અને તેની આસપાસ આશરે 250 થી વધારે ડિફેન્સ અને એરોસ્પેસ ઉદ્યોગો કાર્યરત છે, જે DRDO, HAL, ISRO અને ભારતીય સશસ્ત્ર દળોને સાધનો સપ્લાય કરે છે. નવી પોલિસી જાહેર ન થતાં ઉદ્યોગોને નવા ઓર્ડર મેળવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક ઉદ્યોગો અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે, જે વડાપ્રધાન મોદીના "આત્મનિર્ભર ભારત" અને "વિકસિત ભારત@2047" ના વિઝનને વિપરીત અસર કરે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સમક્ષ પોલિસી અમલી બનાવવા માંગ કરાઈ છે. ઉપરાંત, રાજકોટ ચેમ્બર દ્વારા છેલ્લા 4 થી 5 વર્ષોથી સૌરાષ્ટ્ર રીજીઓનને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસીમાં સમાવીને જંત્રીના 25% દરે જમીન ફાળવવા માંગ પણ દોહરાવવામાં આવી છે. રાજકોટમાં આશરે 1000 થી વધુ ફોર્જિંગ અને કાસ્ટિંગના યુનિટો આવેલા છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડિફેન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આથી, સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું ખાસ ક્લસ્ટર ડેવલપ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આ વિસ્તાર ડિફેન્સ - એરોસ્પેસના હબ તરીકે વિકસી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    તાપી નદીમાં રેતી કાઢતી વખતે યુવાનનું મોત:હોડીનો પાઈપ ખોલવા નદીમાં ઉતર્યો, પાણીના વહેણમાં ગરકાવ; મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
    Next Article
    Rajkot News | ગોંડલમાં શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડની વાર્ષીક સભા | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment