Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયેશ રાદડિયાની રેલવે ટ્રેક પર બેસી ટ્રેન રોકવાની ચીમકી:રાજકોટના જેતલસર રેલવે સ્ટેશન પરથી બ્રેક ડાઉન સહિતની કામગીરી અન્ય ખસેડાતા રેલવે અધિકારીઓનો ઉધડો લીધો

    1 day ago

    રાજકોટના જેતલસર રેલવે સ્ટેશન પરથી રેલવે વિભાગ દ્વારા બ્રેક ડાઉન સહિતની મહત્વની કામગીરી અન્યત્ર ખસેડવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અગાઉ જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા ધરણા અને આંદોલન કરવામાં આવ્યા હતા. તે સમયે રેલવે મંત્રીએ આ પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, જેના પગલે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે, રેલવે મંત્રીની ખાતરી છતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં ન આવતા ગ્રામજનોએ ફરીથી પોતાની લડત તેજ બનાવી છે. રેલવે વિભાગના અધિકારીઓ ટસના મસ ન થતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉધડો લેતા કહ્યું હતું કે, 10 દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં લાવો તો હું ખુદ રેલવે ટ્રેક પર બેસીને ટ્રેન રોકીશ. ધારાસભ્ય જયેશ રાદડિયાની રેલવે GM સમક્ષ ઉગ્ર રજૂઆત આ ગંભીર પ્રશ્નને લઈને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા મેદાનમાં આવ્યા છે. તેમણે જેતલસર જંકશન ખાતે રેલવેના જનરલ મેનેજર (GM) અને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સમક્ષ ગ્રામજનો વતી ઉગ્ર રજૂઆત કરી હતી. ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ખખડાવતા જણાવ્યું કે, લોકો પાયલટ અને ટ્રેન મેનેજર સહિતના સ્ટાફને તાત્કાલિક પરત જેતલસર જંકશનમાં મૂકવામાં આવે. રાદડિયાએ અધિકારીઓને અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં આ રેલવે પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જરૂર પડશે તો પોતે રેલવે ટ્રેક પર બેસીને 'ટ્રેન રોકો આંદોલન' કરશે અને આ આંદોલનની સંપૂર્ણ આગેવાની તેઓ પોતે લેશે. બેઠકમાં રેલવેના અધિકારીઓને ખખડાવતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, 85 લોકોની બદલી (ટ્રાન્સફર) કરી છે. હું અત્યારે જ તમને લિસ્ટ આપી દઉં છું કે કેટલા લોકો અહીં આવવાના છે. એ તો અત્યારે અડધા કલાકમાં કરી દો. નથી આવવાના તેમને પાછા મોકલો, અમારે કોઈ જબરદસ્તી નથી. પણ જે અહીં આવવાના છે. તેનો ઓર્ડર તો કરવો પડશે ને. તમે કેમ ત્યાં આટલી જિદ્દ કરી રહ્યા છો? આનું નિરાકરણ તમે લાવો. 8 દિવસ, 10 દિવસનો સમય તમને સાહેબ હું આપી રહ્યો છું, નહીંતર અહીંયા મોટું, બહુ મોટું આંદોલન થવાનું છે, તેનું શું પરિણામ આવશે એ મારી જવાબદારી નથી. રાદડીયાએ રેલવે અધિકારીઓને કહ્યું- 'આ આંદોલનનું હું નેતૃત્વ કરીશ' રાદડિયાએ કહ્યું કે, આ આંદોલનનું હેન્ડલિંગ હું કરીશ, ધારાસભ્ય તરફથી અને હું બેસીશ અહીંયા. એ બેસવાનો જ છું એ નક્કી છે, એ ફાઇનલ ડિસિઝન છે. મેં બધાને કહ્યું હતું કે તમારે કોઈએ પણ આમાં ઉપવાસ પર નથી બેસવાનું, આગળ નથી બેસવાનું, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. નહીં થાય તો આમને નથી બેસવાનું, આની લીડરશિપ હું લેવાનો છું. અને હું પોતે ધારાસભ્ય અહીંયા જેટલો સમય બેસવું પડશે એટલો બેસીશ, રેલવેના ટ્રેક પર બેસીશ અને ટ્રેન પણ રોકી દઈશ. પછી જે રેલવેને કરવું હોય એ કરે, અમે અમારી તરફથી કરીશું. વધુમાં તેમણે અધિકારીને કહ્યું કે, તમને પૂરેપૂરું સમજાઈ ગયું છે. શું રસ્તો કાઢવો, આમાં કોઈ જીદ ન હોવી જોઈએ, આ જીદના કારણે જ આ બધું થયું છે. હું માનું છું કે આવી સમસ્યાઓનો નિકાલ કરવો જોઈએ. બેસીને વાત થઈ શકતી હતી. તમે જે રવિવારે સાંજે 8 વાગ્યે તમારી ઓફિસથી અપ્રૂવલ થઈ જતું હોય તો અહીંથી પીએમએસ (PMS) કેમ નથી થતું? બીજીતરફ જુઓ તો, હું પોતે ધારાસભ્ય તરીકે તમને પત્ર લખીને જાણ કરી દઈશ કે હું અહીં ઉપવાસ પર બેસવાનો છું. હું તમને જ જાણ કરીશ. મારો ફોન આવશે કે આ દિવસથી હું અહીં બેસવાનો છું. અને રેલવે બચાવો સમિતિવાળા નહીં બેસે. એ બધા મારી સાથે બેસશે, તેની આગેવાની હું લઈશ અને હું બેસવાનો છું એ નક્કી છે, તમે મારી આ વાત નોંધી રાખજો. સ્ટાફની બદલીથી આર્થિક-સામાજિક સ્થિતિ જોખમાવાની ભીતિ જેતલસર જંકશન પરથી આશરે 72 જેટલા રેલવે કર્મચારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે, જેને લઈને ગ્રામજનોમાં વ્યાપક અસંતોષ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સ્ટાફની સતત બદલી થવાના કારણે જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ ઉપર ખૂબ માઠી અસર થવાની શક્યતા છે. આ અગાઉ રેલવે બચાવ સમિતિનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે રૂબરૂ જઈને રેલવે મંત્રી સમક્ષ આ અંગે વિગતવાર રજૂઆત કરી ચૂક્યું છે. તેમ છતાં સ્થાનિક સ્તરે અધિકારીઓની જિદ્દી વલણને કારણે પ્રશ્ન વણ ઉકેલાયેલો રહ્યો છે, જેના લીધે હવે આગામી દિવસોમાં રેલવે તંત્ર અને સ્થાનિકો વચ્ચે મોટો સંઘર્ષ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે રેલવેનાં જનરલ મેનેજર રામાશ્રય પાંડે, ભાવનગરનાં DRM દિનેશ વર્મા સહિતનાં અધિકારીઓ સાથે ધારાસભ્ય જયેશ રાદદિયાની એક બેઠક યોજાઇ હતી. જેમાં જયેશ રાદડિયાએ રેલવેના અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. અને કર્મચારીનો પ્રશ્ન તેમની જીદનાં કારણે અટકતો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. એટલું જ નહીં જો 10 દિવસમાં સમસ્યા હલ નહીં થાય તો પાટા ઉપર બેસી ટ્રેન રોકી આંદોલન કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    IND vs AFG Live Score, 1st ODI: Rohit, Gill start run chase; IND (7/0) vs AFG in Dharamsala
    Next Article
    તાપી નદીમાં રેતી કાઢતી વખતે યુવાનનું મોત:હોડીનો પાઈપ ખોલવા નદીમાં ઉતર્યો, પાણીના વહેણમાં ગરકાવ; મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment