Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કોંગ્રેસ આગેવાનોએ અમિત ચાવડા સાથે મુલાકાત કરી:અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી

    2 days ago

    આજ રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને મોરબી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય સતિષભાઈ મેરજા અને કોંગ્રેસ અગ્રણી પંકજભાઈ ગજેરા હાજર રહ્યા હતા. આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા સ્તરના વિવિધ સંગઠનાત્મક અને જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'નર્મદા જિલ્લો વડાપ્રધાનનો પ્રિય જિલ્લો':વિકાસની કેડી પર લાવવા માટે છેલ્લા 12 વર્ષમાં અંગત રસ લીધો: નીલ રાવ
    Next Article
    સરપંચનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વૃદ્ધને જાનનું જોખમ:માથાભારે ગેંગ સામે પોલીસ રક્ષણ મેળવવા SPને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment