Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં 'સ્વચ્છતા સપ્તાહ' જન આંદોલન બન્યું:ગ્રામજનોના શ્રમદાનથી ગામના રસ્તાઓ સ્વચ્છ અને સુંદર બન્યા

    1 day ago

    તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત 'સ્વચ્છતા સપ્તાહ' અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા, ગ્રામજનોના ઉત્સાહ અને સ્વૈચ્છિક ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ગામડાઓની કાયાપલટ કરવા સૌ કોઈ એકત્રિત થયા છે. જિલ્લાના વિવિધ ગામડાઓમાં વહેલી સવારથી જ સફાઈનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, યુવાનો, મહિલાઓ અને શાળાના બાળકોએ ભેદભાવ વગર સાથે મળીને જાહેર સ્થળોની સફાઈ કરી હતી. ગ્રામજનોએ જાતે જ ઝાડુ અને સફાઈના સાધનો લઈને જાહેર માર્ગો, બસ સ્ટેન્ડ, શાળા પરિસર, પંચાયત કચેરી અને ધાર્મિક સ્થળોના આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ શ્રમદાન દ્વારા ગ્રામજનોએ ગામને સ્વચ્છ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા, જાગૃતિનું પણ માધ્યમ બન્યું છે. તાપી જિલ્લાના ગ્રામજનોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ગ્રામજનોએ પ્લાસ્ટિકના કારણે થતા પર્યાવરણીય નુકસાન અંગે એકબીજાને સમજાવ્યા હતા અને પ્લાસ્ટિકને બદલે અન્ય વિકલ્પો અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ જાગૃતિ આવનારી પેઢી માટે ઉદાહરણ પૂરું પાડે છે. સ્થાનિક ગ્રામજનોએ આ અભિયાન અંગે જણાવ્યું હતું કે, "અમારા ગામને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાની જવાબદારી અમારી પોતાની છે. આ સપ્તાહના બહાને અમને બધાને એકસાથે મળીને કામ કરવાની અને ગામ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવાની તક મળી છે. આ માત્ર સફાઈ નથી, પણ અમારા ગામના વિકાસનું એક નવું પગલું છે." જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં ગ્રામજનોનો સ્વૈચ્છિક ફાળો તેની સફળતાની ચાવી સાબિત થયો છે. તાપી જિલ્લાના ગામડાઓ હવે 'ગંદકી મુક્ત' અને 'પર્યાવરણ પ્રેમી' બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ અભિયાન દ્વારા સ્વચ્છતાના સંસ્કારો દરેક પરિવારની જીવનશૈલીનો અભિન્ન ભાગ બની જશે તેવી આશા છે. આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ વેગ આપીને જિલ્લાના દરેક ખૂણે સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનું વહીવટી તંત્રનું લક્ષ્ય છે.
    Click here to Read More
    Previous Article
    24 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:ગોધરાની નંદનવન સોસાયટીની ઘટના; બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતો હતો
    Next Article
    સુરત પોલીસનું 'ઓપરેશન ટ્રેપ':100 દિવસમાં 243 મોસ્ટ વોન્ટેડ જેલના સળિયા પાછળ, વેશપલટો કરી 30 વર્ષથી ફરાર ગુનેગારોને પણ દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment