Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી:વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા શહેરમાં ચાર અલગ-અલગ ઝોન પાડીને રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી હાથ ધરાશે, રૂ. 24 કરોડના વિકાસ કાર્યો મંજૂર

    2 days ago

    આજરોજ મળેલી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરોના સર્વાંગી વિકાસને વેગ આપતા કુલ 32 ઠરાવો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે, જેમાં કમિટી દ્વારા વિવિધ વોર્ડના વિકાસ કાર્યો માટે અંદાજે 24.30 કરોડ રૂપિયા ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ખર્ચ સ્વ-ભંડોળમાંથી નહીં પરંતુ ગ્રાન્ટમાંથી જ કરવામાં આવશે. આ બેઠકના મુખ્ય નિર્ણયો અને વિકાસ કાર્યોમાં ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના વિવિધ વોર્ડમાં કોલ્ડ મિક્સ ઇન્જેક્શન અને પોટ હોલ્સ રિપેરિંગ મશીન દ્વારા રોડના ખાડા પૂરવાની અને સમારકામની કામગીરીને મંજૂરી અપાઈ છે આ ઉપરાંત, જે રોડની મુદત પૂરી થઈ ગઈ છે અથવા ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયા છે તેને ઝડપથી પૂર્ણાહુતિ તરફ લઈ જવા આયોજન કરાયું છે, તેમજ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરમાં ચાર અલગ-અલગ ઝોન પાડીને રોડ-રસ્તા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી માટે વિશેષ મંજૂરી આપવામાં આવી છે., શહેરના નાગરિકોને ઘરઆંગણે સરળ સેવાઓ મળી રહે તે માટે બે નવા સિવિક સેન્ટર મંજૂર કરવામાં આવ્યા છે જે આનંદનગર વિસ્તારમાં નવું સિવિક સેન્ટર તથા ચિત્રા વિસ્તારમાં નવું સિવિક સેન્ટર, ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા એસ.ટી.પી.માંથી ટ્રીટેડ સીવેજ વોટર સરકારના સિંચાઈ વિભાગના ધારા-ધોરણ મુજબના મંજૂર દરોએ સિંચાઈ માટે ખેડૂતોને આપવા મંજૂરી અપાઈ છે, આ અંગે જરૂરિયાતમંદ અન્ય ખેડૂતો પણ અરજી કરી શકશે., વિભાગીય દરખાસ્ત મુજબ મંજૂરી આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબ વધુ સબ-રજીસ્ટ્રારની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે., ફિક્સ્ડ માસિક પગાર અંગે રૂ.70,000 ના બદલે રૂ.50,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે., ટેન્ડર પ્રક્રિયા અંગે આગામી 2 મહિનામાં નવું ટેન્ડર કરી નવી એજન્સીની નિમણૂક કરવાની તાકીદ કરાઈ છે, અને ત્યાં સુધી હાલની એજન્સી પાસેથી જ સેવાઓ ચાલુ રાખવા સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના કોન્ટ્રાક્ટરના ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઈન 74 હજાર ઉપડી ગયા:વીમો બંધ કરાવવાના બહાને APK ફાઇલ ડાઉનલોડ કરતા નાણાં ગુમાવ્યા
    Next Article
    નર્મદામાં ભારે વરસાદની આગાહી, જિલ્લા તંત્ર સજ્જ:શાળા-કોલેજોમાં રજા, નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment