Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશ આગમનમાં સ્ટીલની સ્ટીક ફેરવી રીલ બનાવવી ભારે પડી:ડુંગરી પોલીસે 24 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો, શોભાયાત્રામાં સીનસપાટા ભારે પડ્યા

    6 hours ago

    વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ આગમન દરમિયાન સ્ટીલની સ્ટીક ફેરવીને રીલ બનાવવી એક યુવકને ભારે પડી છે. પોલીસે 24 વર્ષીય યુવક સાહિલ જયંતિભાઈ ટંડેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. તેની પાસેથી સ્ટીલની સ્ટીક પણ જપ્ત કરવામાં આવી છે. કકવાડી ગામના મેથીયા ફળિયા રોડ પર ગણેશ પ્રતિમાની શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન સાહિલ ટંડેલ અન્ય એક યુવકના ખભા પર બેસી ગયો હતો. તેણે આશરે અઢી ફૂટ લાંબી અને કાળા હાથાવાળી સ્ટીલની સ્ટીક હાથમાં લઈને હવામાં ફેરવી હતી. તલવાર જેવી દેખાતી આ સ્ટીક સાથે નાચતા અને સ્ટંટ કરતા સાહિલનો વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી ડુંગરી પોલીસે તપાસ શરૂ કરી. ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.એચ. પટેલ અને એએસઆઈ હિરેનભાઈ પટેલ સહિતની ટીમે યુવકની ઓળખ કરી તેને ગણેશ આગમનના સ્થળેથી જ પકડી પાડ્યો. પોલીસે સાહિલ ટંડેલ વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 135(1) અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જાહેરમાં કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે રીલ કે પ્રસિદ્ધિ માટે જોખમી સ્ટંટ ન કરે અને કાયદાની મર્યાદા જાળવે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ મેચમાં પહેલીવાર વંદે માતરમ ગવાયું:આ પછી નેશનલ એન્થમ વાગ્યું; બુમરાહે કમબેક પછી બીજા જ બોલે વિકેટ ઝડપી, AFGએ બે વિકેટ ગુમાવી
    Next Article
    સુરેન્દ્રનગરના ખેરાળી રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત:18 વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું, એકને ગંભીર ઈજા; પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment