Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસનું 'ઓપરેશન ટ્રેપ':100 દિવસમાં 243 મોસ્ટ વોન્ટેડ જેલના સળિયા પાછળ, વેશપલટો કરી 30 વર્ષથી ફરાર ગુનેગારોને પણ દબોચ્યા

    1 day ago

    સુરત શહેરમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સાથે પોલીસ કમિશનરની સૂચના બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ 1 માર્ચ 2026 થી 10 જૂન 2026 સુધીના 100 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર 243 ગુનાઓના આરોપીઓને પકડવા માટે ખાસ "ઓપરેશન ટ્રેપ" ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશનની વવ્યૂહરચના અને દેશવ્યાપી દરોડા આ ઓપરેશન માત્ર સુરત કે ગુજરાત પૂરતું સીમિત નહોતું પોલીસની ટીમોએ અત્યાધુનિક ટેકનિકલ સર્વેલન્સ, સાયબર સેલની મદદ અને હ્યુમન સોર્સના સચોટ નેટવર્કના આધારે ભારતભરના વિવિધ રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, સુરતના પોલીસ જવાનોએ હજારો કિલોમીટર દૂર જઈ, સ્થાનિક કલ્ચરમાં ભળી જવા માટે વેશપલટો કર્યો હતો. કોઈ જવાન શાકભાજીવાળો બન્યો તો કોઈએ મજૂર તરીકે કામ કરીને રીઢા ગુનેગારોની માહિતી એકઠી કરી અને સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને તેઓને દબોચી લીધા હતા. કઈ શાખાએ કેટલી સફળતા મેળવી? ઓપરેશન ટ્રેપ અંતર્ગત કુલ 243 નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર ડેટા અનુસાર, આ ડ્રાઈવમાં સૌથી મહત્વપૂર્ણ અને ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચે ભજવ્યો છે, જેણે એકલા હાથે 82 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. ત્યારબાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા 21 અને મહિલા પોલીસ સ્ટેશન-2 દ્વારા 9 આરોપીઓ પકડાયા છે. આ ઉપરાંત, પીસીબી અને વિવિધ ઝોનની એલસીબી ટીમોએ પણ કામગીરી કરી છે. મુખ્ય પોલીસ સ્ટેશન અને એજન્સીઓનું પ્રદર્શન દાયકાઓ જૂના ગુનાઓનો નિકાલ આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ છે કે તેમાં માત્ર તાજેતરના જ નહીં, પરંતુ છેલ્લા 30 વર્ષથી પોલીસને થાપ આપીને ભાગતા ફરતા ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. ગુનાઓનું સ્વરૂપ અને ઈનામી બદમાશોનો ખાતમો સુરત પોલીસે સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા 243 આરોપીઓ કોઈ સામાન્ય ચોર-ઉચ્ચક્કા નથી, પરંતુ તેઓ સમાજ માટે અત્યંત ઘાતક એવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. સાત આરોપીઓ પર 2.55 લાખનું રોકડ ઈનામ જાહેર હતું આ સમગ્ર ઓપરેશનમાં સૌથી મહત્વની કડી એ હતી કે આંતરરાજ્ય કક્ષાએ ગુના આચરી નાસતા ફરતા અને જેમના પર સરકારે ઈનામ જાહેર કર્યા હતા તેવા 7 ઈનામી આરોપીઓ (ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મોરબી, ભાવનગર અને સુરત) પણ પોલીસની જાળમાં ફસાયા છે. આ સાત આરોપીઓ પર કુલ 2,55,000 નું રોકડ ઈનામ ઘોષિત હતું. સુરત પોલીસની આ અભૂપૂર્વ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કાયદાના લાંબા હાથથી તે ક્યારેય બચી શકતો નથી.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં 'સ્વચ્છતા સપ્તાહ' જન આંદોલન બન્યું:ગ્રામજનોના શ્રમદાનથી ગામના રસ્તાઓ સ્વચ્છ અને સુંદર બન્યા
    Next Article
    Anand | વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલી બોરસદની બે દીકરીઓ આખરે સુરક્ષિત | Indian Embassy | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment